ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત બ્લડ ટેસ્ટ માટે 90 લાખના ખર્ચે Robort Machine ખરીદવામાં આવ્યું

By : hiren joshi 11:30 PM, 01 December 2018 | Updated : 11:30 PM, 01 December 2018
ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત ભાવનગરની બ્લડ બેન્ક દ્વારા લોહીના પરીક્ષણ માટે રોબર્ટ કમાન્ડ મશીનની સેવા 90 લાખના ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ મશીનના કારણે લોહીનું પરીક્ષણ સચોટ રીતે અને ઝડપી બનશે તેમજ માનવ કલાકોનો પણ બચાવ થશે.

કેવું છે આ મશીન અને શુ છે તેની ખાસિયત?
કોઈપણ ગંભીર ઘટના સમયે લોહીની જરૂરિયાત એ પ્રાથમિક પાસું બને છે. તેવા સમયે દાતાનું લોહી તેમજ દર્દીના લોહીને મેચ કરવું પણ બહુ જરૂરી હોય છે. ભાવનગર બ્લડ બેન્ક છેલ્લા 35 વર્ષથી ભાવનગરના લોકો માટે રક્તની જરૂરિયાત પૂરી કરવા માટે બેન્ક ચલાવી રહી છે. તાજેતરમાં બ્લડબેન્ક ખાતે રૂપિયા 90 લાખના ખર્ચે 2 રોબર્ટ કમાન્ડ મશીન ખરીદવામાં આવ્યા છે. 

5 ટેસ્ટ ઓટોમેટિક થઇ જશે
આ મશીનમાં મહત્વના કહી શકાય તેવા 5 પ્રકારના ટેસ્ટ ઓટોમેટિક થઇ જશે. આ 5 ટેસ્ટમાં એચઆઈવી, કમળો, મેલેરિયા, અને ટીબી જેવા રોગોના પણ ટેસ્ટ થશે. રક્તદાતાનું લોહી લેતાં પહેલા પણ આ 5 ટેસ્ટ થશે જેથી દર્દીને કોઈ ખરાબ લોહી અથવા તો અનમેચ લોહી ચડી ના જાય. 

આ રોબર્ટ કમાન્ડ મશીનમાં લોહી લીધા બાદ સીધું મૂકી દેવામાં આવે છે. મશીન રોબર્ટની જેમ કામ કરે છે અને અલગ-અલગ પ્રકારના ટેસ્ટ પોતે કરે છે. આમાં કોઈ ટેક્નિકલ પર્સનની જરૂરિયાત હોતી નથી. માત્ર ટેક્નિકલ માણસે આ કામગીરી ઉપર દેખરેખ જ રાખવાની હોય છે.

અહીં 300થી વધુ થેલેસેમિયાના બાળકોને માટે લોહીની વ્યવસ્થા
ભાવનગરની બ્લડ બેન્ક દ્વારા લોકોને લોહી ઝડપથી મળી રહે અને તે પણ નોર્મલ ચાર્જથી તે માટે કામ કરવામાં આવે છે. અહીં 300થી વધુ થેલેસેમિયાના બાળકોને માટે પણ લોહીની વ્યવસ્થા કરવામાં આવે છે. શહેર અને જિલ્લાભરમાં કેમ્પ કરીને લોહી એકઠું કરવામાં આવે છે. આ મશીનમાં 69 ટ્યુબ દ્વારા લેબ ટેસ્ટિંગ કરવામાં આવે છે. જો મેન્યુઅલમાં બ્લડ ટેસ્ટિંગ કરવામાં આવે તો 12થી 14 કલાક થાય છે જે કામ આ મશીન દ્વારા માત્ર 3  કલાકમાં ટેસ્ટિંગ થઈ શકે છે.સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું રોબેટિક મશીન મુકવામાં આવ્યું હોવાથી આસપાસના 11 જિલ્લાના લોકોને આ સેવાનો લાભ મળી શકશે.Recent Story

Popular Story