બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મફતમાં બ્લડ ટેસ્ટ કરાવવાની તક, આ તારીખે દેશભરની હોસ્પિટલમાં મળશે ફ્રી સુવિધા

વર્લ્ડ બ્લડ ડોનર ડે / મફતમાં બ્લડ ટેસ્ટ કરાવવાની તક, આ તારીખે દેશભરની હોસ્પિટલમાં મળશે ફ્રી સુવિધા

Last Updated: 06:01 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની તમામ મેડિકલ કોલેજોમાં બ્લડ ડોનરની નોંધણી કરવામાં આવશે. એટલે કે તેના માટે એક ડેટા બેંક બનાવવામાં આવશે. દેશભરની હોસ્પિટલો 14મી જૂને ફ્રી બ્લડ ટેસ્ટ થશે.

આવતીકાલે એટલે કે 14મી જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તમને ખ્યાલ જ હશે કે રક્તદાન કરવું એ માત્ર અન્ય જરૂરિયાતમંદ લોકો માટે જ ફાયદાકારક નથી પરંતું પોતાના માટે પણ ફાયદાકારક છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર કોઈપણ વ્યક્તિ 2 મહિનામાં એકવાર રક્તદાન કરી શકે છે. કેન્દ્ર સરકાર કટોકટીની પરિસ્થિતિઓમાં રક્તદાતાઓ સુધી પહોંચવા માટે એક નવી પહેલ શરૂ કરી રહી છે. દેશની તમામ મેડિકલ કોલેજોમાં બ્લડ ડોનરની રજિસ્ટ્રી કરવામાં આવશે, એટલે કે તેમના માટે ડેટા બેંક બનાવવામાં આવશે. અને આ માટે સરકારે આવતીકાલે એટલે કે 14મી જૂને દેશભરની તમામ હોસ્પિટલોમાં ફ્રી બ્લડ ટેસ્ટની સુવિધા જાહેર કરી છે.

blood-bank.jpg

દેશની 2 લાખથી વધુ હોસ્પિટલોને સામેલ કરવામાં આવશે

ભારતમાં સામુદાયિક, પ્રાથમિક અને જિલ્લા સ્તરની હોસ્પિટલો અને તમામ સરકારી ખાનગી મેડિકલ કોલેજોમાં 14મી જૂને મફત બ્લડ ટેસ્ટ અભિયાન ચલાવવામાં આવશે. આ દરમિયાન સ્થાનિક લોકોની તમામ માહિતી રેકોર્ડ કરવામાં આવશે જેમાં તેમના નામ, ફોન નંબર, તેમના ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર અને તેમના બ્લડ ગ્રુપની તપાસ કરવામાં આવશે.આ અભિયાન ગામડાઓથી શહેરો સુધી ચલાવવામાં આવશે. આમાં સ્થાનિક વહીવટીતંત્ર ગ્રામ પંચાયત, બ્લોક અને જિલ્લા સ્તરે અભિયાનની દેખરેખ રાખશે. અભિયાન પૂરું થયા બાદ તેનો પ્રોગ્રેસ રિપોર્ટ સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલવામાં આવશે. જેથી એ જાણી શકાય કે આ ઝુંબેશ કેટલી હદે ફાયદાકારક રહી છે.

blood-donate.jpg

આરોગ્ય મંત્રાલયે આદેશ જાહેર કર્યો

કટોકટીની પરિસ્થિતિઓમાં દર્દી માટે રક્તદાતા શોધવાનું ઘણીવાર ખૂબ મુશ્કેલ બની જાય છે. તેથી જ હવે સરકારે એક નવી પહેલ શરૂ કરી છે. જેના માટે સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારતના તમામ રાજ્યોને યોજના હેઠળ પત્રો જાહેર કર્યા છે. આ સ્કીમ હેઠળ દરેક વ્યક્તિ પોતાના બ્લડ ગ્રુપ વિશે જાણશે. આ સાથે હોસ્પિટલો પાસે તમામ અલગ-અલગ બ્લડ ગ્રુપના ડેટા પણ ઉપલબ્ધ હશે. જેના કારણે ઈમરજન્સીના સંજોગોમાં હોસ્પિટલો સંબંધિત બ્લડ ગ્રુપના લોકોનો સંપર્ક કરશે અને જરૂર જણાય તો રક્તદાનની વ્યવસ્થા કરશે. અને બ્લડ બેંકમાં લોહીની અછતને ભરી શકાશે. આનાથી ઘણા દર્દીઓના જીવ બચી જશે.

વધુ વાંચો : ઉનાળામાં હથેળી અને પગના તળિયાના પરસેવાથી પરેશાન છો? આ નુસખા સમસ્યાથી આપશે છુટકારો

યોજનાનો શું ફાયદો થશે?

આ યોજના હેઠળ માહિતી આપતાં આરોગ્ય મંત્રાલયના અધિકારીએ કહ્યું છે કે કેન્દ્ર અને તમામ રાજ્યોની સરકારી અને ખાનગી હોસ્પિટલો પણ આ યોજનામાં જોડાશે. આ વિશે વાત કરતાં આરોગ્ય અધિકારીએ કહ્યું કે એવા ઘણા લોકો છે જેઓ તેમના બ્લડ ગ્રુપ વિશે જાણતા નથી અને હોસ્પિટલમાં પણ સ્થાનિક રક્તદાતાઓની માહિતી ઉપલબ્ધ નથી. જો ત્યાં માહિતી હોય અને અમને ખબર હોય કે કયા બ્લડ ગ્રુપના લોકો નજીકમાં હાજર છે. જેથી આનાથી દર્દીને યોગ્ય સમયે લોહી આપી શકાય. તેનો જીવ બચાવી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bloodtest World Blood Donor Day Bloodtestfree
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ