આ ટેસ્ટ 10 મિનીટમાં જણાવી દેશે કેન્સર છે કે નહીં

By : krupamehta 11:22 AM, 06 December 2018 | Updated : 11:37 AM, 06 December 2018
વૈજ્ઞાનિકોએ એક નવી શોધ કરી છે, જે હેઠળ એક ટેસ્ટથી 10 મિનીટમાં કેન્સર છે કે નહીં એ જાણી શકાશે. માનવામાં આવી રહ્યું છે કે આ બ્લડ ટેસ્ટ શરીરમાં ક્યાંય પણ કે કોઇ પણ પ્રકારના કેન્સરને પકડી શકશે. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા આ સંશોધનને સારવારની દુનિયામાં ચમત્કાર માની શકાશે, જ્યાં બીમારી મોડી પકડાવવાના કારણે દર વર્ષે અલગ અલગ કેન્સરથી લાખોના મોત થાય છે. હાલ શોધ ચાલુ છે પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ટેસ્ટ કિટ જલ્દી માર્કેટમાં હશે. 

કેન્સરની સ્ક્રીનિંગ એટલે કે તપાસ હાલ લાંબી ચાલે છે અને ખર્ચાળ પણ છે. એની સાથે જ ગણી વખત શરૂઆતી અવસ્થામાં તપાસ સાચી ના આવવાનું પણ જોખમ છે. ત્યારે આ નવી રીત બ્લડ ટેસ્ટ છે, જેમાં એક ખાસ દ્રવ્યમાં બ્લડના થોડા ટીપા નાંખવામાં આવે છે. લોહીમાં મોજૂદ ડીએનએ જો સ્વસ્થ છે તો દ્રવ્ય અલગ પ્રતિક્રિયા કરે છે અને એનો રંગ વાદળી થઇ જાય છે, અને જો કેન્સર હશે તો એનો રંગ બદલાશે નહીં. 

ઓસ્ટ્રેલિયાના યૂનિવર્સિટીમના શોધ વિભાગમાં આ સંશોધન ચાલુ છે. શોધકર્તાએ જણાવ્યું કે અમને નથી ખબહ આ કેટલી જલ્દી માર્કેટમાં આવશે. પરંતુ કેન્સરના શરૂઆતી તપાસ માટે આ સમગ્ર દુનિયામાં યૂનિવર્સલ માર્કરની જેમ કામ કરી શકે છે. આ સાથે જ એટલી સસ્તી હશે કે કોઇ પણ એને ખરીદી શકશે અને સૌથી મહત્વનું એ કે 10 મિનીટમાં તપાસનું પરિણામ આવી જશે, જેના કારણે સારવાર જલ્દીથી શરૂ કરી શકાય. શરૂઆતના સ્ટેજમાં જ તપાસ થઇ જવાથી સારવાર સરળ થશે અને કેન્સરથી થતા મોતના દરમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. 

હાલ આ ટેસ્ટ પર વધારે શોધ ચાલી રહી છે, એની સફળતા મેડિકલ સાયન્સની દુનિયામાં ચમત્કાર સાબિત થઇ શકે છે. 


1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story