બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:56 PM, 14 February 2025
દેશમાં ક્વીક કોમર્સ ઝડપથી વધતો સેગમેન્ટ છે. આ કામમાં લાગેલી 3 પ્રમુખ કંપની BlinkIt, Instamart અને Zepto ઝડપથી પોતાનો વિસ્તાર વધારી રહી છે અને દેશના નાના શહેરો સુધી પોતાની પહોંચ બનાવી રહી છે. આની માટે તેઓ કસ્ટમર્સને ખૂબ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે અને ઘણા રૂપિયા ખર્ચી રહી છે. શું આ ઈશારો છે જલ્દી જ આ કંપની ડિસ્કાઉન્ટ પર કરવામાં આવતા ખર્ચને ગ્રાહકથી વસૂલી શરૂ કરી દેશે, કેમકે કંપનીઓને રૂપિયા ખર્ચનો આંકડો 1,500 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
ADVERTISEMENT
દેશની પ્રમુખ ક્વીક કોમર્સ કંપની ઝોમેટો, બ્લીંકિટ અને સ્વિગી ઇંસ્ટામાર્ટની સાથે ઝેપ્ટો પણ દર મહિને 1,300થી 1,500 કરોડના ખર્ચ સુધી પહોંચી ગઈ છે. આમાં ઝોમેટો અને સ્વિગી તો શેયર બજારમાં લિસ્ટેડ કંપની છે.
ADVERTISEMENT
પૈસા ખર્ચવા માટે ઉઠાવી છે ભારે ફંડિંગ
માહિતી અનુસાર માર્કેટમાં હરીફાઈ અને કસ્ટમર એક્વિઝિશન મત આ ત્રણેય કંપનીએ ભારે ફંડ લીધો છે. બ્લીંકિટ, ઇંસ્ટામાર્ટ અને ઝેપ્ટોએ લગભગ 3 અરબ ડોલરનો ફંડ લીધો છે. આમાં ઝેપ્ટનો IPO આ વર્ષે જ આવવાની શક્યતા છે. અહીં મોટી વાત એ છે કે આ ખર્ચના કારણે આ કંપનીઓની પ્રોફિટેબિલિટી પર અસર પડી રહી છે, જેની અસર ઝોમેટો અને સ્વિગીની શેર પ્રાઇસ પર જોવા મળે છે.
રોકડ ખર્ચ એ હકીકતમાં કંપનીઓ દ્વારા કસ્ટમર એક્વિઝિશન, માર્કેટિંગ અને વૃદ્ધિ જાળવવા માટે કરવામાં આવતો ખર્ચ છે. કંપનીઓ સામાન્ય રીતે ગ્રાહકોની આદતોમાં ફેરફાર લાવવા અને પોતાનો નફો કમાવવા માટે આ ખર્ચ કરે છે.
વધુ વાંચો: સવાર-સવારમાં ચા-બિસ્કીટ સાથે ખાવાની છે આદત? તો ચેતી જજો, હેલ્થને થઇ રહ્યું છે નુકસાન!
ઝેપ્ટોને થયો રોકડ ખર્ચનો ફાયદો
ઝેપ્ટો આ સેગમેન્ટની સૌથી નવી કંપની છે. તેને ઝડપી ખર્ચ કર્યો છે. આનો ફાયદો પણ તેને મળતો દેખાઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, ઝેપ્ટોના મંથલી યુઝરની સંખ્યા હવે 4.3 કરોડ થઈ ગઈ છે. કંપનીએ આ મામલામાં બલિંકીટને પણ પાછળ છોડી દીધી છે, જેને મંથલી એક્ટિવ યુઝર 3.9 કરોડ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.