કોવેક્સિન અંગેની કમિટીને એક પણ બ્લડ ક્લોટિંગની ફરિયાદ ન મળી
સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિશિલ્ડની વેક્સિન અંગે એડવાઈઝરી જારી કરી
સરકારી પેનલે AEFI (adverse events following immunisation) સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને રિપોર્ટ સોંપીને જણાવ્યું કે 498 ગંભીર કેસોની કરાયેલી સ્ટડીમાં 26 કેસો એવા મળ્યાં છે જેમાં વેક્સિન લીધા બાદ લોહી વહેવા અને લોહી જામી જવાનું જોવા મળ્યું છે. વેક્સિન લીધા બાદ ઓછું જોખમ રહે છે. જોકે કોવેક્સિન લીધા બાદ આવી કોઈ ઘટના બની નથી.
753 માંથી 684 જિલ્લામાં વેક્સિન લીધા બાદ આડઅસર નહીં
તે ઉપરાંત, લોહી જામી જવા અંગે રિપોર્ટમાં કહેવાયું કે વેક્સિનના કુલ 10 લાખ ડોઝમાં આવા 0.61 ટકા કેસ મળ્યાં છે. પેનલના રિપોર્ટ અનુસાર, 7 એપ્રિલ સુધી 7 કરોડ 54 લાખ વેક્સિન અપાઈ છે તેમાં દેશમાં કોવિશિલ્ડના 68,650,819 વેક્સિન અપાઈ છે જ્યારે કોવેક્સિનના 6,784,562 વેક્સિન અપાઈ છે. દેશમાં વેક્સિનેશન શરુ થયા બાદ અત્યાર સુધી કુલ 753 જિલ્લામાંથી 684 જિલ્લામાં વેક્સિન લીધા બાદ કોઈ મોટી આડઅસર જોવા મળી નથી.
કોવેક્સિનના ઉપયોગની કોઈ આડઅસર નહીં
પેનલે તેના રિપોર્ટમાં એવું પણ જણાવ્યું કે ભારત બાયોટેક દ્વારા બનાવેલી કોવેક્સિનના ઉપયોગથી લોહી વહેવા કે જામી જવાની કોઈ ઘટના સામે આવી નથી.
પેનલના રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે લોહીમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનું જોખમ દક્ષિણ એશિયાના લોકોમાં 70 ટકા ઓછું રહે છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વતી ટૂંક સમયમાં હેલ્થકેર વર્ક્સ અને વેક્સિન લગાડનાર લોકોને પ્રેરિત કરવામાં આવશે કે વેક્સિન લીધા બાદ લોહી વહેવા કે લોહી જામી જવાની કોઈ સમસ્યા સર્જાય તો 20 દિવસની અંદર તેની જાણ કરવામાં આવે.