blast in pakistan balochistan iskp of afghanistan claims responsibility
BIG BREAKING /
પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ: 4 સૈનિકોના મોત, 6 ગંભીર રીતે ઘાયલ, આ સંગઠને લીધી હુમલાની જવાબદારી
Team VTV05:26 PM, 15 Mar 22
| Updated: 05:32 PM, 15 Mar 22
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના સિબી જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટના કારણે ચાર સૈનિકોના મોત થઈ ગયા છે અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ
ચાર સૈનિકો માર્યા ગયા
આ સંગઠને લીધી હુમલાની જવાબદારી
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના સિબી જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટના કારણે ચાર સૈનિકોના મોત થઈ ગયા છે અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ એક આઈઈડી હુમલો હતો. જે સુરક્ષાદળોના કાફલા નજીક થયો હતો. સુરક્ષા સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાના તુરંત બાદ સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંદી કરી દીધી હતી અને મૃતકો તથા ઘાયલોના શબને એર એમ્બ્યુલન્સથી કંબાઈંડ સૈન્ય હોસ્પિટલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.
8 માર્ચના હુમલામાં સાત સૈનિકો માર્યા ગયા હતા
એક અધિકારીએ જણાવ્યું હતું કે, છ ઘાયલ સૈનિકોની હાલત નાજૂક હોવાનું સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું છે કે, આ અગાઉ 8 માર્ચે સિબીમાં એક વિસ્ફોટમાં લગભગ સાત સુરક્ષાકર્મી માર્યા ગયા હતા. ધમાકા એ જગ્યા પર થયો થયા થોડી વાર પહેલા રાષ્ટ્ટરી આરિફ અલ્વી કાર્યક્રમમાં શામેસ થવા આવ્યા હતા. માર્યા ગયેલા તમામ સૈનિકો ફ્રન્ટયર કોર્પ્સના સભ્યો હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે, વિસ્તારમાંથી રાષ્ટ્રપતિ જતા રહ્યા ને 25 મીનિટ બાદ ધમાકો થયો હતો.
800 મીટરના અંતરે થયો હુમલો
શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે, આ એક આત્મઘાતી હુમલો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, તાજેતરનો હુમલો એ જગ્યાથી 800 મીટરથી પણ ઓછા અંતરે થયો છે, જ્યાં અલ્વી એક સમારંભમાં સામેલ થયા હતા. બલૂચિસ્તાનના એક વરિષ્ઠ અધિકારી હાશિમ ધિલજઈએ મરનારા સૈનિકોની સંખ્યાની પુષ્ટિ કરી છે. તો વળી ઈસ્લામિક સ્ટેટ સમૂહે આ હુમલાની જવાબદારી લેતા એક યૌદ્ધાએ ખુદને બોમ્બથી ઉડાવી દીધો હતો. કહેવાય છે કે, તેના આતંકી પાડોશી દેશ અફઘાનિસ્તામાં પણ છે.
આઈએસકેપીએ લીધી જવાબદારી
હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન સ્થિત બ્રાંચ ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવીંસે લીધી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર બલૂચિસ્તાનના મુખ્યમંત્રી કુદ્દુસ બિઝેંઝોએ વિસ્ફોટની ટિકા કરતા કહ્યું કે, આ વાર્ષિક ઉત્સવ અને પ્રાંતમાં શાંતિ ભંગ કરવાનો એક પ્રયાસ છે. અને આવા ષડયંત્રોને નિષ્ફળ કરવામાં આવશે.