બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કંડલા પોર્ટ પર કેમિકલ જહાજમાં બ્લાસ્ટ, તમામ 21 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત
Last Updated: 10:01 PM, 6 July 2025
કંડલા દિન દયાલ પોર્ટના ઓઈલ જેટી નંબર બે પર કેમિકલ ખાલી કરીને આઉટર તુણા બોયા તરફ જઈ રહેલા એક કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થયાનું જાણવા મળી રહયું છે. જોકે જહાજના 21 ક્રુ સભ્યો સહિત હાલ સબ સલામત હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. મેરિટાઈમ રિસ્પોન્સ કોર્ડિનેશન સેન્ટર, કોસ્ટગાર્ડની ટીમ હાલ બચાવકાર્યમાં લાગેલી છે.
ADVERTISEMENT
કંડલા દિન દયાલ પોર્ટની સુત્રોના જણાવ્યા પ્રમાણે પોર્ટ પર મેથેનોલ કેમિકલ ભરીને હોંગકોંગ રજીસ્ટ્રેશન ધરાવતું ફુલદા નામનું જહાજ આજે કાર્ગો ખાલી કર્યા પછી કંડલાના દરિયામાં આઉટર તુણા બોયા તરફ જઈ રહયું હતું ત્યારે જહાજના ખાલી ટેન્કમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો જેમાં જહાજના પાછળના ભાગે નુકશાન પહોંચ્યું હતું જેને પગલે જહાજ એક તરફ નમી ગયું છે. સતત પ્રયાસો છતાં હજુ જહાજને સીધું કરી શકાયું નથી. બીજીતરફ ક્રુ સભ્યો સુરક્ષિત છે અને વિવિધ ટીમો કામે લાગેલી છે.
આ પણ વાંચોઃ VIDEO: પ્રેમી સાથે અંગત પળો માણી, અશ્લીલ વીડિયો વાયરલ થતા યુવતીનો આપઘાત
ADVERTISEMENT
આ જહાજ ગત રોજ 5 જુલાઈના રોજ કંડલાની ઓઈલ જેટી નંબર બે પર લાગર્યું હતું અને કેમિકલ ખાલી કરીને આજે 6 જુલાઈના બપોરે એક વાગ્યે રવાના થયું હતું ત્યારબાદ આ ઘટના બની હતી બનાવની જાણ થતાં ત જવાબદારોએ તાત્કાલિક પગલાં ભરીને ક્રુ સભ્યોને સુરક્ષિત કરવા અન્ય નુકશાન ન પહોંચે તે માટેના પગલા ભર્યા હતા,.
આ બાબતે કંડલા દિન દયાલ પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ બનાવ બન્યાનું સ્વીકારીને જહાજમાં બ્લાસ્ટ થયાનું જણાવી તમામ લોકો સલામત હોવાનું જણાવ્યુ હતું. જહાજની ટેન્કમાં જહાજ ચલાવવા માટેના ઈંધણને પણ ખાલી કરવાની કામગીરી માટે એક બાર્જ મોકલાયું હોવાની માહિતી સામે આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.