બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ટીમ આજે નહીં આવે, સોમવારે મેળ પડશે', ઠંડા પીણામાંથી કચરો નીકળ્યાના વીડિયો પર અધિકારીનો અદ્ધરતાલ જવાબ

Vtv Exclusive / 'ટીમ આજે નહીં આવે, સોમવારે મેળ પડશે', ઠંડા પીણામાંથી કચરો નીકળ્યાના વીડિયો પર અધિકારીનો અદ્ધરતાલ જવાબ

Last Updated: 03:15 PM, 5 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર મુદ્દે વીટીવી ડિઝીટલની ટીમે આ ઠંડુ પીણું બનાવતી યસ એન્ટરપ્રાઇઝ નામની કંપની ચાલવતા કમલેશ ઠક્કરનો સંપર્ક કરતા તેઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે તેમને પણ આ વિડીયોની જાણ થઇ છે

Kutch News : કચ્છમાં ઠંડા પીણામાં કચરો હોવાનો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. મુન્દ્રાના જાગૃત નાગરીકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. યસ નામની ઠંડા પીણાંની બોટલમાં કાળા કલરનો કચરો હોવાનું સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. કચ્છ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ આ બાબતે યોગ્ય તપાસ કરે તેવી માંગ ઉઠી રહી છે. જો કે તંત્ર તો રજાઓનાં બહાના આપીને પોતની જવાબદારીથી છટકી રહ્યું છે. જ્યાં સુધી કોઇ વ્યક્તિની બલી ન ચડી જાય ત્યાં સુધી કોઇ પણ

વીટીવીએ સંપર્ક કરતા માલિકનો ઉડાઉ જવાબ

સમગ્ર મુદ્દે વીટીવી ડિજિટલની ટીમે આ ઠંડુ પીણું બનાવતી યસ એન્ટરપ્રાઇઝ નામની કંપની ચાલવતા કમલેશ ઠક્કરનો સંપર્ક કરતા તેઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે તેમને પણ આ વિડીયોની જાણ થઇ છે પરંતુ અમારા ઠંડા પીણાંની બોટલમાં ગેસ નીકળી ગયું હોવાનો અને તડકામાં બોટલ રહી જવાને કારણે અંદર રહેલી ખાંડનો ભાગ બ્લેક થયું હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. જો કે અમે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને તે બોટલની બેચના આધારે તપાસ કરાવીશું.

આ પણ વાંચો : સુધરે ઇ બીજા! શું કોઇનો ભોગ લેવાશે ત્યારે જાગશો? ભાવનગરની પ્રજાના માથે ભમતા મોતના Live દ્રશ્યો

ફુડ એન્ડ ડ્રગ વિભાગ તો ડ્રગ લઇને જવાબ આપી રહ્યું છે!

બીજી તરફ કચ્છ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીએ જણાવ્યું કે,તેઓને વાયરલ વિડીયો મળ્યો છે. ટિમ દ્વારા વિડીયો વાયરલ કરનારા ફરિયાદી પાસેથી વિગતો મેળવી છે. આજે અન્ય એક મિટિંગ હોવાને કારણે તેઓ સ્થળ તપાસ પર પહોંચી શકે એમ નથી. આવતીકાલે રવિવાર છે એટલે સોમવારે સમય મળ્યે તે અંગેની તપાસ હાથ ધરીશું. ત્યાર બાદ જો વીડિયો ઉતારનાર વ્યક્તિ તૈયાર થાય તો ફરિયાદ કરીશું. એટલે કે તંત્ર હજી પણ જો અને તોના મુડમાં જ છે.

એવી તે કેવી ખાંડ જે તડકામાં કાળી પડે છે

હવે જોવું એ રહ્યું કે આ ઠંડા પીણામાં રહેલો કચરો ખાંડ હોવાનું માલિકો જણાવી રહ્યા છે. તો એવી તો કઇ પદ્ધતી છે કે, ઠંડુ પીણુ જો બહાર રહી જાય તો તે કાળી પડી જાય છે. કારણ કે સામાન્ય ખાંડ તો આખો દિવસ તડકામાં પણ રહે તો પણ કાળી નથી પડતી તો આમાં એવી કઇ ખાસ પ્રકારની ખાંડ વપરાય છે કે, તડકામાં નિકળતા જ કાળી પડી જાય છે. અહીં અનેક પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે કે આ પ્રકારના ઠંડા પીણાં બનાવતી ફેકટરીઓને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરવાનો પરવાનો કોણે આપ્યો છે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Black substance found in cold drink Food and Drugs Department Kutch News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ