બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / રોજ બ્લેક કૉફી પીનારા ચેતી જજો, નહીંતર શરીરમાં થઇ શકે છે આ સાઇડ ઇફેક્ટ્સ
Last Updated: 09:40 AM, 1 August 2024
અમુક લોકોને બ્લેક કોફી પીવી ખૂબ જ પસંદ હોય છે. તે દિવસમાં ઘણા કપ બ્લેક કોફીનું સેવન કરે છે. જો તમે જરૂર કરતા વધારે બ્લેક કોફી પીવો છો તો તમને સમય રહેતા સાવધાન થવાની જરૂર છે નહીં તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. બ્લેક કોફીને લિમિટમાં જ પીવી જોઈએ. વધારે પ્રમાણમાં બ્લેક કોફી પીવાથી સ્વાસ્થ્યને ખતરનાક સાઈડ ઈફેક્ટ્સનો સામનો કરવો પડી શકે છે. જાણો એવા જ અમુક સાઈડ ઈફેક્ટ્સ વિશે.
ADVERTISEMENT
પેટ સાથે જોડાયેલી સમસ્યા
ADVERTISEMENT
બ્લેક કોફીના કારણે તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે લિમિટ કરવા વધારે બ્લેક કોફીનું સેવન કરી રહ્યા છો તો તમને ઝાડા પણ થઈ શકે છે.
સ્ટ્રેસ
બ્લેક કોફીમાં મળી આવતું કેફીન વધારે પ્રમાણમાં કન્ઝ્યુમ કરવાના કારણે તમને સ્ટ્રેસ થઈ શકે છે. જો તમે લિમિટમાં રહીને બ્લેક કોફીનું સેવન કરી રહ્યા છો તો રિલેક્સ્ડ મહેસુસ કરશો પરંતુ જો તમે જરૂર કરતા વધારે બ્લેક કોફી પી રહ્યા છો તો તમને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે.
વધુ વાંચો: ઘરમાં કરવી છે શિવલિંગની સ્થાપના? તો પહેલા આ 4 બાબતોને અવશ્ય ધ્યાનમાં રાખજો નહીંતર..!
બેચેની
એક દિવસમાં 500 મિલીગ્રામથી વધારે કેફીન કન્ઝ્યુમ કરવાથી તમને બેચેની અને ઉલ્ટી થઈ શકે છે. વધારે બ્લેક કોફી પીવાથી તમારા માથામાં દુખાવો પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.