રામલાલની જગ્યાએ બીએલ સંતોષને બીજેપીના સંગઠન મહાસચિવ બનાવામાં આવ્યા છે. એક દિવસ પહેલા જ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે સંગઠનમાં મોટો બદલાવ કરતા બીજેપીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલને પાછા બોલાવ્યા હતા. રામલાલને આરએસએસના અખિલ ભારતીય સહ પ્રમુખની બાગડોર સોંપવામાં આવી હતી.
આરએસએસના આ બદલાવને રામલાલની સંગઠનમાં મૂળ વાપસી તરીકે જોવામાં આવી રહ્યું છે. રામલાલ, બીજેપીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીના પદેથી હટવા માંગતા હતા અને તેમણે આ ઇચ્છા પાર્ટીથી પણ દર્શાવી હતી. રામલાલે 30 સપ્ટેમ્બર 2017ને પીએમ મોદીના નામે એક પત્ર લખ્યો હતો.
BL Santosh, Joint General Secretary Organisation has been appointed National General Secretary Organisation of Bharatiya Janata Party (BJP). pic.twitter.com/711zBlzh6I
આ પત્રમાં એમણે જાહેર કર્યું હતું કે આ દાયિત્વને નિભાવતા મને 11 વર્ષ પૂર્ણ થઇ ચૂક્યા છે. મારા ઉંમર 65 વર્ષ થઇ ચૂકી છે. તેથી આપને અનુરોધ કરું છું કે સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કરી કોઇ અન્યને આ કાર્ય સોંપવામાં આવે જેથી તેજ ગતિથી કામ થઇ શકે.
BL Santosh, Joint General Secretary Organisation has been appointed National General Secretary Organisation of Bharatiya Janata Party (BJP). (File pic) pic.twitter.com/NoOdzxsCXP
હાલમાં જ એમણે અમિત શાહને પત્ર લખીને યાદ કરાવ્યું હતું કે લોકસભા ચૂંટણીની તૈયારીઓની શરૂઆતને કારણે આપને દાયિત્વ પરિવર્તન યોગ્ય લાગતુ નહોતું. હવે ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે અને તમામના પરિશ્રમથી પાર્ટીએ સારી જીત પણ મેળવી છે. તેથી હવે દાયિત્વ પરિવર્તન કરવામાં આવે અને તેના માટે આ સમય યોગ્ય છે.
રામલાલે આ પત્ર બાદ સરકાર તરફથી તેને દાયિત્વથી મુક્ત કરી દેવામાં આવે. રામલાલ વર્ષ 2006થી બીજેપીના સંગઠન મહાસચિવનું કામ જોઇ રહ્યા હતા.