BKU leader Rakesh Tikait speaks farmers in ballia up Narendra Modi will have to be removed from Delhi
નિવેદન /
'દિલ્હીથી મોદીને હટાવવા પડશે', રાકેશ ટીકૈતે ફરી ખેડૂતોને તૈયાર રહેવા કરી અપીલ
Team VTV08:22 AM, 11 Mar 21
| Updated: 08:24 AM, 11 Mar 21
ખેડૂતોનું આંદોલન હવે દેશના જુદા જુદા રાજ્યોમાં ફેલાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે ખેડૂત અગ્રણી રાકેશ ટીકૈતે મોટું નિવેદન આપ્યું છે.
ખેડૂતો વિવિધ જિલ્લામાં કરી રહ્યા છે મહાપંચાયત
ટીકૈતે ફરી દિલ્હી કૂચ કરવાની આપી ધમકી
ટીકૈતે ખેડૂતોને તૈયાર રહેવા કરી હાંકલ
નરેન્દ્ર મોદીને હટાવવા પડશે : ટીકૈત
ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે બુધવારે યુપીના બલિયામાં એક મહાપંચાયતને સંબોધિત કરી હતી. તેમણે આ મહાપંચાયતમાં કહ્યું કે આંદોલન ખેડૂતોના આત્મસન્માનનું પ્રતિક છે અને તે તેમણે ચેતવણી આપતા કહ્યું કે ખેડૂતો પરાજિત થઈ જશે તો શ્રમિકો અને નવયુવાનો પણ હારી જશે. તેમણે કહ્યું કે જૉ પોતાની, બાળકો અને ભવિષ્ય બચાવવું હોય તો દિલ્હીથી નરેન્દ્ર મોદીને હટાવવા પડશે.
ખેડૂતોને આપી ચેતવણી
તેમણે વધુમાં કહ્યું કે દિલ્હીથી લૂંટેરાઓએ ભાગવું પડશે. તે આખરી બાદશાહ સાબિત હશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર હવે નવો કાયદો લાવવાની તૈયારીમાં છે જેમાં એવું હશે કે જૉ બીજી કંપનીના બીજ લગાવ્યા તો સજા મળશે. ખેડૂતોએ આગળ આવવું પડશે. જાગવું પડશે. જો જમીન ન બચાવી તો ભૂખ્યા રહી જશે. મોટી કંપનીઓ આવશે તેમની પાસે હજારો જહાજ છે તે તમને લૂંટી જશે. તમારી જમીનો બરબાદ કરી નાંખશે.
પશ્ચિમ બંગાળમાં ભાજપને હરાવવા અપીલ કરીશું : ટીકૈત
રાકેશ ટીકૈતે ફરી દિલ્હી કૂચના આહવાહન સાથે કહ્યું કે એક ગામ, એક ટ્રેક્ટર અને 15 માણસના ફોર્મ્યુલા સાથે 10 દિવસની તૈયારી કરી લો. ગમે ત્યારે દિલ્હી કૂચ કરવા માટે કહેવામાં આવી શકે છે. ભારતના ખેડૂત આંદોલનની ગૂંજ આખી દુનિયામાં થઈ રહી છે અને બિહારમાં પણ આંદોલનને ધાર આપવાની છે. આ સિવાય રાકેશ ટીકૈતે મીડિયા સાથે પણ વાતચીતમાં કહ્યું હતું કે 13મી માર્ચ કોલકાતા જઈશું અને ત્યાં જઈને નિર્ણાયક સંઘર્ષનું બ્યૂગલ ફૂંકવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો કે દેશના ખેડૂતો ભાજપની નીતિઓથી ત્રસ્ત છે. તે પશ્ચિમ બંગાળના ખેડૂતો સાથે ચર્ચા કરશે અને તે બાદ ભાજપને હરાવવા માટે અપીલ કરશે.