બ્રેકિંગ ન્યુઝ
VTV / bku leader rakesh tikait attacked on pm modi and yogi in muzaffarnagar mahapanchayat
Last Updated: 05:24 PM, 5 September 2021
ADVERTISEMENT
કેન્દ્રની મોદી સરકાર પર ગંભીર આરોપ
મુઝફ્ફરનગરમાં આયોજિત ખેડૂત મહાપંચાયતમાં રાકેશ ટીકૈતે કેન્દ્રની મોદી સરકાર પર ગંભીર આરોપ કર્યાં છે. ખેડૂતોને આહવાન કરતા ટીકૈતે જણાવ્યું કે જિદ્દી સરકારને ઝુકાવવા માટે હવે વોટની ચોટ કરવી પડશે. દેશ બચશે ત્યારે બંધારણ બચશે. સરકારે રેલ, તેલ અને એરપોર્ટ વેચી નાખ્યા. વેચવાનો હક સરકારને કોને આપ્યો.
ADVERTISEMENT
ભારત બિકાઉ, સેલ ફોર ઈન્ડીયા બોર્ડ દેશમાં લાગ્યા
ટીકૈતે કહ્યું કે ભારત બિકાઉ છે એટલે કે સેલ ફોર ઈન્ડીયા બોર્ડ દેશમાં લાગી ચૂક્યા છે. એલઆઈસી, બેન્ક બધુ વેચાઈ રહ્યાં છે તેના ખરીદાર અદાણી અને અઁબાણી છે. એફસીઆઈની જમીન, ગોદામ, અદાણીને આપવામાં આવ્યાં. દરિયા કિનારાની હજારો કિલોમીટર સુધી બંદરો વેચી નખાયા છે.
સંયુક્ત ખેડૂત મોરચાએ આપ્યું 27 મી ભારત બંધનું એલાન
સંયુક્ત ખેડૂત મોરચાએ આપ્યું 27 મી ભારત બંધનું એલાન આપ્યું છે.
ખેતીવાડી વેચાવાની અણીએ, શેરડીનો 1 રુપિયા વધાર્યો નથી
રાકેશ ટીકૈતે જણાવ્યું કે અમારી ખેતીવાડી વેચવાની અણીએ આવી છે. યુપી સરકારે શેરડીના ભાવમાં 1 રુપિયાનો પણ વધારો કર્યો નથી. પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, વડાપ્રધાને કહ્યું હતું કે, 2022થી પાકમાં ભાવ બમણા થઈ જશે, 3 મહિના બાકી છે, અમે તેનો પ્રચાર કરીશું. રાકેશ ટીકાતે મંચને જણાવ્યું હતું કે આંદોલન ૯ મહિનાથી ચાલી રહ્યું છે પરંતુ સરકારે વાત કરવાનું બંધ કરી દીધું છે. સેંકડો ખેડૂતોએ એક મિનિટનું મૌન પાળ્યું ન હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.