બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાજપના જ ધારાસભ્ય કરાવે છે ધર્માંતરણ! કાજલ હિન્દુસ્થાનીના ટ્વીટથી ખળભળાટ
Last Updated: 10:58 PM, 25 March 2025
દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણનો ખેલ વર્ષોથી ચાલી રહ્યો છે. લાખો ભલાભોળા આદિવાસીઓને ધર્માંતરણ કરાવી નંખાયું છે. મોરારી બાપુ જેવા સંતો પણ આ મામલો ઉઠાવી ચુક્યા છે. સરકાર પણ આ મામલે ચિંતિત છે. જો કે સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ સમગ્ર મામલે વીડિયો અને ફોટા સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો દાવો કરતા ચકચાર મચી ગઇ છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે, ધર્માંતરણનો આ ખેલ ભાજપના જ એક ધારાસભ્ય ખેલી રહ્યા છે. કાજલ હિન્દુસ્થાનીએ કરેલા ટ્વીટ અનુસાર ધર્માંતરણની ઘટના વ્યારાની હોવાનો તેણે દાવો કર્યો છે. ઉપરાંત ધર્માંતરણના આ ખેલમાં ભાજપના જ ધારાસભ્ય મોહન કોંકણીની સંડોવણી હોવાનું ખુલ્યું છે.
ADVERTISEMENT
કાજલ હિન્દુસ્થાનીના ટ્વીટથી ખળભળાટ
સામાજિક કાર્યકર અને હિન્દુત્વવાદી નેતા કાજલ હિન્દુસ્થાનીએ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓનું ધર્માંતરણ થતું હોવાના દાવા સાથેની એક પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં તેણે કેટલાક વીડિયો અને તસ્વીરો પણ શેર કરી છે. જેના અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં મિશનરીઓ દ્વારા ધર્માંતરણનો ખેલ ઝડપથી વધી રહ્યો છે. આદિવાસી સમુદાયના સામાજિક સંગઠન દેવ બિરસા સેનાએ કહ્યું કે, 'ભાજપના ધારાસભ્ય મોહન કોંકણી ધર્માંતરણની આ રમત પાછળનાં મુખ્ય સૂત્રધાર છે.'
ADVERTISEMENT
घटना- व्यारा, जिला तापी (गुजरात)
— Kajal HINDUsthani (@kajal_jaihind) March 25, 2025
गुजरात में खुलेआम हो रहा है वनवासियों का धर्मांतरण…!!
पिछले पाँच वर्षों में बहुत ही तेज़ी से दक्षिण गुजरात में बढ़ रहा है मिशनरीयो का धर्मांतरण का खेल
वनवासी समाज के सामाजिक संगठन “देव बिरसा सेना” ने कहा- “भाजपा विधायक #मोहन_कोंकणी धर्मांतरण… pic.twitter.com/1tAH3TeQ8d
ભાજપના ધારાસભ્યની જ સંડોવણી સામે આવી
સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ પોતાની પોસ્ટમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા ધારાસભ્યનો વીડિયો પણ શેર કર્યો છે. ઉપરાંત વીડિયોમાં ધારાસભ્યની વાત અને મંશા પર સવાલ ઉઠાવ્યા છે. ડિસેમ્બર 2024 નાતાલનાં પર્વનો આ વીડિયો હોવાની શક્યતા છે. અગાઉ કથાકાર મોરારી બાપુએ પણ પોતાની કથા દરમિયાન આદિવાસી ધર્માંતરણનો મુદ્દો ઉઠ્યો હતો. તેમણે શિક્ષકોથી માંડીને સમગ્ર સિસ્ટમ દ્વારા પદ્ધતીસરના ધર્માંતરણ સામે સવાલો ઉઠાવ્યા હતા. જો કે ચૈતર વસાવા સમગ્ર મામલે ધર્માંતરણનો અને આડકતરી રીતે ભાજપના ધારાસભ્યનો બચાવ કરતા જોવા મળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.