બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદના સમાચાર / BJP's master stroke to surround Jignesh Mevani in the fort, leave the Congress and put those who did Kesario in the field, there will be a clash
Vishal Khamar
Last Updated: 09:05 PM, 10 November 2022
ADVERTISEMENT
બનાસકાંઠાની સીટો
વડગામ
ચૂંટણી પંચે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરી દીધી છે. ત્યારે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે ભાજપે વડગામ બેઠક માટે મણિલાલા વાઘેલાને ટિકિટ આપી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા હાલના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને રીપીટ કરે તેવી શક્યતાઓ છે.
ADVERTISEMENT
ભાજપમાં જોડાતા પહેલા ગ્રામજનો અને સરપંચો સાથે ચર્ચા કરી
2017 માં મણિલાલ વાઘેલાને કોંગ્રેસ દ્વારા ટિકિટ ન આપતા તેઓએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતા પહેલા તેઓએ તે વિસ્તારના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ સરપંચો અને ગ્રામજનો સાથે ચર્ચા કર્યા બાદ જ તેઓ ભાજપમાં જોડાયા હતા અને આ વખતે વડગામ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે.
વાઘેલાએ કોંગ્રેસને દિશાહીન પાર્ટી ગણાવી
ભાજપમાં જોડાયા બાદ મણીલાલ વાઘેલાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે કોંગ્રેસ દિશાહીન પાર્ટી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં કાર્યકરોની ફરિયાદ સાંભળનાર કોઈ નથી. ત્યારે વડગામ બેઠક પરથી મણીલાલ વાઘેલાને ભાજપે ઉમેદવાર જાહેર કરતા આ બેઠક પર ચૂંટણીનો ખરાખરીનો જંગ જામશે.
ગત ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો પર જીત મેળવી હતી
ગત ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ તે માત્ર 99 બેઠકો જ જીતી શકી હતી. વર્ષ 2017 માં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીને 2012 કરતા 1.15% વધુ મત મળ્યા હતા. જોકે, બાદમાં કોંગ્રેસના 14 ધારાસભ્યોએ પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાયા હતા.
વાવ
2017 ની ચૂંટણીમાં વાવ બેઠક પરથી કોંગ્રેસ દ્વારા ગત વર્ષે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. ત્યારે તેમના સામે ચૌધરી સમાજમાં પ્રભુત્વ ધરાવતા શંકર ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે ગેનીબેન સામે શંકર ચૌધરીની હાર થવા પામી હતી. ત્યારે આ વખતે વાવ બેઠક પરથી ભાજપ દ્વારા ઠાકોર સ્વરૂપજીને ટિકિટ આપતા ચૂંટણી જંગ જામશે.
થરાદ
થરાદ બેઠક પર 2017 માં ભાજપ દ્વારા પરબતભાઈ પટેલને ટિકિટ આપી હતી. જ્યારે સામે પક્ષે કોંગ્રેસ દ્વારા ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે ગુલાબસિંગ રાજપૂતે ભાજપના સિનિયર નેતા પરબતભાઈ પટેલને 11000 વોટથી હરાવ્યા હતા.આ વખતે ભાજપ દ્વારા શંકર ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે.
દાંતા
દાંતા વિસ્તાર આદિવાસી વિસ્તાર હોઈ ત્યાં ભાજપ દ્વારા લઘુભાઈ પારઘીને ટિકિટ આપી છે.
પાલનપુર
પાલનપુર બેઠક પર બ્રાહ્મણ મતદારોનું વર્ચસ્વ હોઈ ભાજપ દ્વારા બ્રાહ્મણ ઉમેદવાર અનિકેતભાઈ ઠાકરને મેદાનમાં ઉતાર્યા છે.
ડીસા
સૌથી નાની વયે રાજકારણમાં પ્રવેશ કરનાર અને ડીસા નગરપાલિકાના પ્રમુખ બનીને ડીસા શહેરનાં વિકાસની દોર સંભાળનાર પ્રવિણ ગૌરધનભાઈ માળી. વડાપ્રધાનનાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડીસા શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે તેઓએ અથાગ મહેનત કરી ડીસા શહેરને સ્વચ્છ બનાવ્યું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે બનાસકાંઠા જિલ્લાના જાહેર થયેલા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ #ભરોસાની_ભાજપ_સરકાર#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે#આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે pic.twitter.com/MhwgU5tu8h
— BJP Gujarat (@BJP4Gujarat) November 10, 2022
પાટણ જીલ્લાની સીટો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પાટણ જિલ્લાના જાહેર થયેલા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ #ભરોસાની_ભાજપ_સરકાર#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે#આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે pic.twitter.com/uxCsLTF8Vk
— BJP Gujarat (@BJP4Gujarat) November 10, 2022
સિધ્ધપુર
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા બળવંતસિંહ રાજપૂતને સિધ્ધપુર બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે. ત્યારે બળવંતસિંહ રાજપૂતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમે વિકાસની રાજનીતિ પર કામ કરીશું. તેમજ ભાજપે મને સેવા કરવાનો મોકો આપ્યો છે. ત્યારે હું આગામી ચૂંટણીમાં જંગી મતથી જીતીશ..
ચાણસ્મા
ચાણસ્મા વિધાનસભાને ભાજપની સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. ચાણસ્મા બેઠક પરથી છેલ્લા ઘણા સમયથી દિલીપજી ઠાકોર જ વિજયી બન્યા છે. ત્યારે ભાજપ દ્વારા ચાણસ્મા બેઠક પરથી તેઓને ટિકિટ આપતા તેઓએ તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ મને આઠમી વખત ટિકિટ આપીને મારા પર વિશ્વાસ મુક્યો છે. છેલ્લા 15 વર્ષથી મારા વિસ્તારના લોકોએ દુષ્કાળ જોયો નથી. મારા વિધાનસભા મત વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે મહેસાણા જિલ્લાના જાહેર થયેલા તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ#ભરોસાની_ભાજપ_સરકાર#કમળ_ખીલશે_ગુજરાત_જીતશે#આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે pic.twitter.com/LRDMjQUPyX
— BJP Gujarat (@BJP4Gujarat) November 10, 2022
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.