બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / BJP workers demand to change candidate on Sabarkantha seat
Ajit Jadeja
Last Updated: 02:04 PM, 2 April 2024
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના કાર્યકરો પક્ષથી નારાજ છે. તેઓનું કહેવું છે કે આયાતી ઉમેદવારને બદલી સ્થાનિકને ટિકિટ આપો. આ માટે ભાજપ કાર્યાલય પર પહોચીને શોભનાબેન બારૈયાના વિરોધમાં પોસ્ટ કાર્ડ લખ્યા હતા. જેમાં આયાતી ઉમેદવાર બદલો ભાજપ જીતાડોના પોસ્ટ કાર્ડ લખાયા હતા. આ પોસ્ટકાર્ડ નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવામાં આવશે. કોઈપણ સંજોગોમાં ઉમેદવાર બદલવા કાર્યકર્તા અડગ છે.
ADVERTISEMENT
સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને બદલીને જ્યારથી શોભનાબેન બારૈયાને ટિકિટ અપાઈ છે ત્યારથી કાર્યકરોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠાના ભાજપના કાર્યકરો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભીખાજીના સમર્થનમાં રેલી કાઢ્યા બાદ કાર્યકરોનો વિરોધ હવે વધારે ઉગ્ર બન્યો છે. ભાજપના હજારો કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચ્યા છે. સાથે જ પોસ્ટકાર્ડ પણ લખવામાં આવ્યા છે. જેમાં આયાતી ઉમેદવારને બદલો,ભાજપને જીતાડોના સ્લોગન લખવામાં આવ્યા છે. મહત્વનું છે કે સાબરકાંઠાના ભાજપના કાર્યકરો શોભનાબેનને બદલવાની સતત માગ કરી રહ્યા છે. તેમણે ઉમેદવાર બદલવાની માંગ કરી હતી. ભાજપના ખેસ સાથે ભાજપના નારાજ કાર્યકરો પહોંચ્યા હતા. વિરોધ ડામવા માટે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અગાઉ દરમિયાનગીરી કરી ચૂક્યા છે છતાં વિરોધ ઓછો થઇ રહ્યો નથી.
ADVERTISEMENT
લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ છે જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ત્યારે રાજ્યમાં ભાજપ માટે મુશ્કેલીઓ પણ વધી રહી છે. રાજકોટ બેઠક પર રુપાલાના વિવાદિત નિવેદનનો વિરોધ ચાલી રહ્યો છે. જ્યારે વડોદરાથી ઉમેદવારને બદલવાની ભાજપે જરૂર પડી હતી. ભાજપના ઉમેદવારો સામે કાર્યકરો જ રોષે ભરાયા છે તો ક્યાક જુથવાદ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠામાં ભાજપ માટે મુશ્કેલીઓ વધી રહી છે. આ લોકસભા બેઠક પર ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ યથાવત છે. આજે હિંમતનગર જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો પહોચ્યા હતા. બારૈયાના વિરોધમાં કાર્યકરો ઉમટ્યા હતા. અને બે હજાર જેટલા પોસ્ટ કાર્ડ લખી વિરોધ કર્યો હતો. આયાતી ઉમેદવાર બદલો ભાજપ જીતાડોના પોસ્ટ કાર્ડ લખાયા હતા. આ પોસ્ટકાર્ડ નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવામાં આવશે. 'આયાતી ઉમેદવાર બદલો,ભાજપ જીતાડો'ના પોસ્ટકાર્ડ લખાયા છે.
સાંબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. શોભનાબેન બારૈયા પ્રાંતિજના મજરા ગામના વતની છે અને ફતેપુર ગામમાં સાસરી ધરાવે છે. હિંમતનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા પરિવારના પુત્રી શોભનાબેન બારૈયા ખુદ પણ શિક્ષિકા છે. તેઓ પ્રાંતિજના બાલીસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. 30 વર્ષથી તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેઓએ ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.