બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો, મતદાન પહેલા જ 215 બેઠકો પર જીત
Last Updated: 08:09 PM, 4 February 2025
Gujarat Local Election : ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્યમાં નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીમાં 215 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો બિનહરિફ વિજય થયો છે. વિગતો મુજબ જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે 9 બેઠકો બિનહરિફ જીતી છે. અનેક જગ્યાએ કોંગ્રેસ અને અપક્ષ ઉમેરવારોએ પહેલા ફોર્મ ભરી લીધા બાદ પરત ખેંચી લેતા ભાજપ ઉમેદવારો બિનહરીફ બન્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો : મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ-રેલવે પોલીસે કરી આરોપીની ધરપકડ
ADVERTISEMENT
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે. વાસ્તવમાં ચૂંટણી પહેલા જ ભાજપે 215 બેઠકો પર જીત મેળવી છે. વિગતો મુજબ 68 નગરપાલિકામાં 196 બેઠકો પર ભાજપ બિનહરીફ તો 15 બેઠકો સાથે બાંટવા નગરપાલિકા ભાજપે કબ્જે કરી છે. આ સાથે જૂનાગઢ મહાપાલિકાની 9 બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા બન્યું છે. આ તરફ તાલુકાપંચાયત અને પેટા ચૂંટણીમાં 10 બેઠકો પર બિનહરીફ થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.