BIG BREAKING /
ગોંડલમાં રિબડાનું લોબિંગ ન ચાલ્યું: જયરાજ જ કરશે રાજ, જુઓ પરિણામના સમીકરણ
Team VTV11:39 AM, 08 Dec 22
| Updated: 11:40 AM, 08 Dec 22
રાજકોટની ગોંડલ વિધાનસભા બેઠક પર ટિકિટને લઇને બંને બાહુબલીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો
ગુજરાતની બહુચર્ચિત બેઠક ગોંડલ સીટ ઉપર ભાજપની જીત
ગોંડલ બેઠક પર ગીતાબા જયરાજસિંહ જાડેજાની ભવ્ય જીત થઈ
રીબડાના અનિરુદ્ધસિંહ અને ગોંડલના જયરાજસિંહ વચ્ચે હતું ધમાસણ
ગુજરાતની બહુચર્ચિત બેઠક ગોંડલ સીટ ઉપર ભાજપના ગીતાબા જયરાજસિંહ જાડેજાની ભવ્ય જીત થઈ છે. આ...
ગુજરાતની બહુચર્ચિત બેઠક ગોંડલ સીટ ઉપર ભાજપની જીત
ગોંડલ બેઠક પર ગીતાબા જયરાજસિંહ જાડેજાની ભવ્ય જીત થઈ
રીબડાના અનિરુદ્ધસિંહ અને ગોંડલના જયરાજસિંહ વચ્ચે હતું ધમાસણ
ગુજરાતની બહુચર્ચિત બેઠક ગોંડલ સીટ ઉપર ભાજપના ગીતાબા જયરાજસિંહ જાડેજાની ભવ્ય જીત થઈ છે. આ વખતની ચૂંટણીમાં રાજકોટની ગોંડલ બેઠક પર બરાબરનો રાજકીય માહોલ જામ્યો હતો. આ બેઠક પર ટિકિટની દાવેદારીથી લઈને આજદિન સુધી વાતાવરણ ગરમા ગરમ રહ્યું. કારણ કે આ બેઠક પર રીબડાના અનિરુદ્ધસિંહ અને ગોંડલના જયરાજસિંહ વચ્ચે ધમાસણ ચાલી રહ્યું હતું. રાજકોટની ગોંડલ વિધાનસભા બેઠક પર ટિકિટને લઇને બંને બાહુબલીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો.
ભાજપે ખૂબ જ વિચાર વિમર્શ કર્યા બાદ ગીતાબાને કર્યા રિપીટ
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જૂથને પરાસ્ત કરવા રીબડાનું અનિરુદ્ધસિંહ ક્ષત્રિય સમાજને સાથે રાખીને મેદાને પડ્યું છે. બીજી તરફ જયરાજસિંહે પણ કડવા પાટીદારોને સાથે રાખીને ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું હતું. ગોંડલમાં ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ વિરુદ્ઘનું જૂથ એક મંચ પર આવ્યા બાદ રાજકીય ગરમાવો આવી ગયો હતો. બંને નેતાઓએ પોત-પોતાના દીકરા માટે ટિકિટ માંગી હતી. જોકે, ભાજપે ખૂબ જ વિચાર વિમર્શ કર્યા બાદ ગોંડલ બેઠક પર ગીતાબાને રિપીટ કર્યા હતા. ભાજપે ગીતાબા જયરાજસિંહ જાડેજાને ટિકિટ આપી હતી. તો કોંગ્રેસ યતિશ દેસાઈને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ નિમિષાબેન ખૂંટ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ચૂંટણીના પ્રચાર દરમિયાન સ્ટેજ પરથી જયરાજસિંહએ વિરોધીઓને ધમકી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, 'તમે જયરાજસિંહ સામે ટિકિટ માંગવા નીકળા હતા, તમારી હેસિયત શું છે? તેમને ગદ્દારીનું ફળ હું ચોક્કસ આપીશ આ ચોકમાં કહું છું, તમારા સરનામા મેં બનાવ્યા ને. એ સરનામા જો વીંખી નો નાંખુ ને તો હું જયરાજસિંહ જાડેજા નઈં કહી દેજો. શરમ થાવી જોઈએ. મારે ટિકિટ જોતી છે. હવે કાલ તૂટેલા બૂટ પહેરીને આંટા મારતો હતો, ભૂલી ગયા? હું વ્યક્તિગત વાત કરું છું હો ભાઈ તમે કોઈ મારો થપકો માથે ના લઈ લેતા. હું બે નામજોગ વ્યક્તિ સાથે વાત કરું છું. ભૂલાઈ ગયુ? હાથા બની ગયા છો. કોના બન્યા છો એ નિરાંતે વિચાર કરજો. એક નંબર છે જયંતિ ઢોલ અને બીજો છે અનિરુદ્ધ. આના હાથા બન્યાને એ હાથા કે કુહાડાને બધુ ભેગુ થઈને તમારા પગ તમે કાપ્યા છે.'
જાતિગત સમીકરણ
ગોંડલ વિધાનસભા બેઠકની ચુંટણીને હાઈ પ્રોફાઈલ ગણવામાં આવે છે. સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ સંવેદનશીલ બુથ મથકો ગોંડલ વિધાનસભા બેઠકમાં છે. ગોંડલ વિધાનસભા બેઠક પર કુલ 2,12,784 મતદારો છે. જેમાં 1,09,995 પુરુષ અને 1,02,789 મહિલા મતદારો છે. ગોંડલ વિધાનસભા બેઠક પર લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, દલિત અને લધુમતી સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક પર સૌથી વધુ મત લેઉવા પટેલના છે.
છેલ્લી બે ટર્મથી ભાજપ પાસે છે ગોંડલ બેઠક
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લી બે ટર્મથી ગોંડલ બેઠક ભાજપ પાસે છે. 2017માં ગીતાબા જયરાજસિંહ જાડેજા ગોંડલ બેઠક પરથી જીત્યા હતા. 2017ની ચૂંટણી સમયે જયરાજસિંહને હત્યાના કેસમાં રાજ્યની બહાર રહેવાની શરતે જામીન મળ્યા હતા. એ કારણે ગોંડલ બેઠક પર તેમના પત્નીને ટિકિટ મળી હતી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગીતાબા જયરાજસિંહ જાડેજાનો વિજય થયો હતો. તો વર્ષ 2012માં ભાજપની ટિકિટ પર જયરાજસિંહ જાડેજા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.