બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / BJP will hold a big 12-day program across the country, know what is the master plan

Budget 2023 / ઘર-ઘર બજેટ: દેશભરમાં 12 દિવસનો મોટો પ્રોગ્રામ કરશે ભાજપ, જાણો શું છે માસ્ટર પ્લાન

Megha

Last Updated: 10:22 AM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટની જોગવાઈઓ સામાન્ય લોકો સુધી પહોંચે એ માટે ભાજપ દ્વારા 12 દિવસનું અભિયાન ચલાવવામાં આવશે અને આ અંતર્ગત અગ્રણી કેન્દ્રીય મંત્રીઓ 50 મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.

  • ભાજપ દ્વારા 12 દિવસનું અભિયાન ચલાવવામાં આવશે
  • કેન્દ્રીય મંત્રીઓ 50 મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે
  • બજેટની વિશેષતાઓ લોકો સુધી પહોંચાડવા જેપી નડ્ડાએ એક કમિટી બનાવી

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે બુધવારે સવારે 11 વાગ્યે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરશે. 2024માં લોકસભાની ચૂંટણી થવાની છે, આવી સ્થિતિમાં આ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ હશે. બજેટની જોગવાઈઓ સામાન્ય લોકો સુધી પહોંચે એ માટે ભાજપ દ્વારા 12 દિવસનું અભિયાન ચલાવવામાં આવશે અને આ અંતર્ગત અગ્રણી કેન્દ્રીય મંત્રીઓ 50 મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ સાથે જ બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ બજેટની વિશેષતાઓ સામાન્ય લોકો સુધી પહોંચાડવા સેમિનારમાં પણ હિસ્સો લેશે. 

જણાવી દઈએ કે બજેટના પ્રચાર માટે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી નેતાઓની એક કમિટી બનાવી છે અને સુશીલ મોદી આ સમિતિના અધ્યક્ષ રહેશે. નોંધનીય છે કે આ અભિયાન 1 થી 12 ફેબ્રુઆરી સુધી દેશભરમાં ચાલશે અને જે રાજ્યોમાં ભાજપ સત્તામાં નથી ત્યાં વિપક્ષના નેતા અથવા અન્ય વરિષ્ઠ નેતાઓ બજેટ માટે પ્રચાર કરશે.

આ સાથે જ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બજેટ રજૂ થયા બાદ તરત જ પાર્ટીના પ્રવક્તાની બેઠક યોજાશે. જેમાં બજેટની ખાસ વાતો જણાવવામાં આવશે. આ વિશે પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલા "લોકહિતકારી" પગલાં વિશે લોકોને જાગૃત કરવા માટે ભાજપ 1 ફેબ્રુઆરીથી 12 દિવસનું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરશે અને બીજેપીના વરિષ્ઠ નેતા સુશીલ મોદી સંસદમાં બજેટ રજૂ કરવાના દિવસથી શરૂ થયેલા અભિયાનનું સંકલન કરશે અને 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.

ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ દેશના તમામ જિલ્લાઓમાં કેન્દ્રીય બજેટ પર ચર્ચા, પ્રેસ કોન્ફરન્સ અને સેમિનાર કરવા માટે પાર્ટીના મહાસચિવ સુનીલ બંસલ અને કિસાન-યુવા વિંગના વડાઓ સહિત નવ સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ સાથે જ પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીઓ કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલા "લોકહિતકારી" પગલાં અંગે દેશના 50 મોટા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.

જણાવી દઈએ કે કેન્દ્રીય બજેટ પરના કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવા અને ભાજપના પ્રચારની બ્લુપ્રિન્ટ નક્કી કરવા માટે સોમવારે ભાજપના મુખ્યાલયમાં આ માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2023 Union Budget 2023 budget 2023-24 બજેટ 2023 યુનિયન બજેટ 2023 Budget 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ