પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આવતીકાલે પાંચમાં તબક્કાનું મતદાન યોજવાનું છે અને છઠ્ઠા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે અમિત શાહે આજે તેહટ્ટામાં ચૂંટણી રેલી સંબોધી હતી.
પશ્ચિમ બંગાળમાં જામ્યો વિધાનસભાની ચૂંટણીનો માહોલ
અમિત શાહે તેહટ્ટામાં સંબોધી રેલી
કહ્યું- મતુઆ, નામશુદ્ર જેવા સમુદાયને મળશે નાગરિકત્વ
ચૂંટણી રેલીને સંબોધતા પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય મળશે તેવી વાત કરી હતી. તેમણે નાગરિકતા સંશોધન કાયદાને લઈને મોટું નિવેદન આપ્યું હતું અને દાવો કર્યો હતો કે, મતુઆ, નામશુદ્ર અને આવા અનેક સમુદાયોને નાગરિકતા આપવામાં આવશે. સાથે જ તેમણે રાજ્યમાં ઘુસણખોરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
નાદિયા જિલ્લાના તેહટ્ટામાં ચૂંટણી રેલી સંબોધી
શુક્રવારે નાદિયા જિલ્લાના તેહટ્ટા પહોંચેલા શાહે કહ્યું હતું કે, હું આજે સોનાર બંગાળના નવા વર્ષની આપ સૌને શુભકામનાઓ પાઠવી રહ્યો છું. આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી લીધો છે અને 2 મેના દિવસે દીદીની વિદાયની સાથે સોનાર બાંગ્લામાં નવા યુગની શરૂઆત થવાની છે.
दीदी ने तुष्टिकरण की राजनीति के लिए वर्षों से बंगाल में रह रहे हमारे मतुआ व नामशूद्र भाईयों को अपमानित कर हमेशा उनके साथ अन्याय ही किया है।
बंगाल में भाजपा सरकार बनने के बाद हम उन्हें न्याय व अधिकार देने का काम करेंगे।
ઘૂસણખોરીના મુદ્દે શાહે કહ્યું, 'ઘુસણખોરો આપણા યુવાનોની નોકરી અને ગરીબોનું ભોજન છીનવી લે છે. જો બંગાળમાં ઘુસણખોરી નિયંત્રિત ન કરવામાં આવે તો તે માત્ર બંગાળ જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ખતરો છે. તેમણે નાગરિકત્વના મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, "શું મતુઆ, નામશુદ્ર અને આવા અન્ય સમુદાયોને નાગરિકત્વ ન મળવું જોઈએ ? " દીદી કહે છે કે જ્યાં સુધી તે સત્તામાં રહેશે ત્યાં સુધી તેમને નાગરિકત્વ નહીં મળે. તેમણે સીએએ હેઠળ આ સમુદાયોને નાગરિકત્વ આપવાનું વચન આપ્યું છે. શાહે કહ્યું, 'અમે સત્તામાં આવતાની સાથે જ ભાજપ આવા સમુદાયોને સીએએ હેઠળ નાગરિકત્વ આપશે.'
ભાજપ અધ્યક્ષ નડ્ડાએ પણ ચૂંટણી સભાને કર્યું સંબોધન
ઉલ્લેખનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. તેમણે કેતુગ્રામમાં જનસભાને સંબોધન કર્યું હતું, જ્યાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, અમે સાંભળ્યું હતું કે, મમતાજી મા, માટી અને માનુષની વાત કરે છે, પરંતુ 10 વર્ષમાં અમે જોયું તો ન માની ચિંતા થઇ, ન માટીની રક્ષા થઇ ન માનૂષની રક્ષા થઇ. તો એવું પણ કહ્યું કે, મમતાજીના એક નેતાએ દલિતો માટે એવા અપશબ્દો કહ્યા જે વ્યક્ત કરી શકાય તેવા નથી.