બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / BJP Will Break Congress Record, Remain In Power Till 2047 Ram Madhav

દાવો / 2047 સુધી ભાજપ સત્તામાં રહેશે, PM મોદી કોંગ્રેસનો રેકોર્ડ તોડશેઃ રામ માધવ

vtvAdmin

Last Updated: 11:28 AM, 8 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય જનતા પાર્ટી બીજી વખત મોટી જીત મેળવી સત્તામાં આવી છે. પાર્ટીના મહાસચિવ રામ માધવે દાવો કર્યો છે કે ભાજપ સત્તામાં સૌથી વધુ સમય રહેવાના કોંગ્રેસના રેકોર્ડને તોડી નાંખશે. ભાજપ 2047 સુધી સત્તામાં રહેશે. ભાજપના મહાસચિવે કહ્યું કે જ્યારે દેશ 2047માં 100મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે ત્યારે ભાજપ સત્તામાં હશે.

ત્રિપુરાની રાજધાની અગરતલામાં એક રેલીને સંબોધન કરતા રામ માધવે કહ્યું કે લાંબા સમય સુધી સત્તામાં રહેનારી પાર્ટી તરીકે અત્યાર સુધી કોંગ્રેસ છે, જેણે 1950થી 1977 સુધી શાસન કર્યું, પરંતુ હું દાવો કરુ છું કે મોદીજી આ રેકોર્ડ તોડશે અને 2047ના 100માં સ્વતંત્ર દિવસ સુધી ભાજપ સત્તામાં રહેશે. 
 


ભાજપના મહાસચિવ રામ માધવે દાવો કર્યો છે કે ભાજપ 2047 સુધી સત્તામાં રહેશે. રામ માધવે ત્રિપુરાની મુલાકાત દરમિયાન આ વાત કરી છે. ત્રિપુરાની મુલાકાત દરમિયાન રામ માધવે કહ્યું કે, 2047 સુધી ભાજપ સત્તામાં રહેશે. ભાજપ કોંગ્રેસનો રેકોર્ડ પણ તોડશે. જો કોઈ પાર્ટી સૌથી વધુ સત્તામાં રહી હોય તો તે કોંગ્રેસ છે અને કોંગ્રેસે 1950 થી 1977 સુધી દેશમાં શાસન કર્યું.
 

 


હું તમને વિશ્વાસ આપુ છું કે મોદીજી કોંગ્રેસનો આ રેકોર્ડ પણ તોડશે. 2047માં આઝાદીના 100 વર્ષ પૂરા થશે અને ભાજપ ત્યાં સુધી સત્તામાં રહેશે. ઉલ્લેખનીય છે કે, ભાજપને આ વખતે લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મળી છે. ભવ્ય જીત બાદ ફરી એક વાર પીએમ મોદી પ્રધાનમંત્રી બનતા મોટા ભાગના નેતાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રામ માધવે કહ્યું કે પીએમ મોદીએ વૈશ્વિક મંચ પર દેશ અને નાગરિકનું સન્માન વધાર્યું છે. રામ માધવે જણાવ્યું કે આ 130 કરોડ ભારતીયોની સરકાર છે જેને દેશના લોકોને એકજૂટ કર્યા અને શાંતિ અને વિકાસ કાયમ કર્યો છે.

 

 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Government National News PM modi Ram Madhav congress general secretary Claim
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ