bjp west bengal amit shah public awakening program nrc
કોલકત્તા /
NRC મુદ્દે અમિત શાહે કહ્યું હિન્દુ શરણાર્થીઓએ બંગાળ છોડવું નહીં પડે
Team VTV05:06 PM, 01 Oct 19
| Updated: 05:30 PM, 01 Oct 19
ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કોલકત્તામાં એનઆરસી જાગરુકતા કાર્યક્રમમાં કહ્યું કે અનુચ્છેદ 370ને હટાવવાની અવાજ સૌથી પહેલા પ.બંગાળથી ઉઠી. શ્યામા પ્રસાદ મુખર્જીએ અહીંથી એક દેશ, એક બંધારણનો નારો આપ્યો હતો.
અમિત શાહે કહ્યું-હિન્દુ શરણાર્થીઓએ બંગાળ છોડવું પડશે નહીં
અમિત શાહે કહ્યું- હિન્દુસ્તાનમાં એક પણ ઘુસણખોરોને રહેવા દઇશું નહીં
આ મંચથી ગૃહ મંત્રી અમિત શાહે એક વાર ફરી શ્યામા પ્રસાદ મુખર્જી પર પાર્ટીનો નારો યાદ અપાવતા કહ્યું કે જ્યાં થયા બલિદાન મુખર્જી તે કાશ્મીર અમારું છે. અમિત શાહે કહ્યું કે હિન્દુ શરણાર્થીઓએ બંગાળ છોડવું પડશે નહીં.
અમિત શાહે કહ્યું કે હું આપને સ્પષ્ટ કહેવા માગું છું કે અમે એનઆરસી લાવી રહ્યા છીએ, હિન્દુસ્તાનમાં એક પણ ઘુસણખોરોને રહેવા દઇશું નહીં, એમને એક-એક કરીને બહાર કરીશું. બીજેપી સરકાર એનઆરસીના પહેલા સિટિઝન અમેન્ડમેન્ટ બિલ લાવવાની છે. આ બિલ હેઠળ ભારતમાં જેટલા પણ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ઇસાઇ શરણાર્થીઓ આવ્યા છે એમને હંમેશા માટે ભારતની નાગરિકતા આપવામાં આવશે.
અમિત શાહે કહ્યું કે આ બંગાળના સપૂત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ નારો લગાવ્યો હતો કે, એક દેશમાં બે પ્રધાન, બે વિધાન અને બે બંધારણ નહીં ચાલે. ભારત માતાના આ મહાન સપૂતની ધરપકડ કરવામાં આવી હતી અને રહસ્યમય રીતે તેમનું મૃત્યુ થયું હતું.
બંગાળમાં બીજેપીની સરકાર બનશે
અમિત શાહે કહ્યું કે બંગાળની જનતાનું યોગદાન બીજેપીને 300થી વધારે બેઠકો અપાવવામાં છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઝાટકે અનુચ્છેદ 370ને હટાવી દીધી. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં શહીદ થનાર બીજેપી કાર્યકર્તાઓનું બલિદાન વ્યર્થ નહીં જાય. રાજ્યમાં બીજેપી બહુમતીથી સરકાર બનાવવા જઇ રહી છે. અમારા કાર્યકર્તાઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. એમણે કહ્યું કે આ લોકસભામાં બંગાળમાંથી ભાજપને 18 બેઠકો પર જીત મળી છે. હવે આવનારી ચૂંટણીમાં અહીંથી નિશ્ચિત રૂપે ભાજપની સરકાર બનશે.