બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / BJP welcomed the leaders, people welcomed them or not?

મતદારોનો મિજાજ / BJPએ જે નેતાઓને કહ્યું વેલકમ, તેમને જનતાએ આવકાર્યા કે નહીં? જુઓ આખું લિસ્ટ

Priyakant

Last Updated: 08:35 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે એક વાત જાણો છો ?  અન્ય પક્ષમાંથી પક્ષપલટો કરી ભાજપમાં આવેલા કેટલા નેતાઓને આ વખતે ચૂંટણીમાં જીત મળી છે ?

  • ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત
  • અન્ય પક્ષમાંથી પક્ષપલટો કરી ભાજપમાં આવેલા કેટલા નેતાઓ હાર્યા ? 
  • કઈ બેઠકો પર આવા પક્ષપલટુ ઉમેદવારોની થઈ જીત 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત તો મળી પણ શું તમે એક વાત જાણો છો ?  અન્ય પક્ષમાંથી પક્ષપલટો કરી ભાજપમાં આવેલા કેટલા નેતાઓને આ વખતે ચૂંટણીમાં જીત મળી છે. મહત્વનું છે કે, 2022માં ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડી દીધા છે. એટલું જ નહીં કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી દીધાં છે. તો વળી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા નેતાઓને પણ પ્રજાએ સ્વીકારી લીધા છે. કોંગ્રેસમાં ધારાસભ્ય બનેલા પણ અનેક કારણોસર ભાજપમાં ભળેલા તત્કાલીન કોંગ્રેસના ધારાસભ્યોને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપી હતી.  

કઈ બેઠકો પર આવા ઉમેદવારોની થઈ હાર-જીત  

અબડાસા: 

કચ્છની અબડાસા બેઠક પર 2017માં કોંગ્રેસમાં જીતેલા પ્રદ્યુમનસિંહ જાડેજાએ પક્ષપલટો કર્યો અને ભાજપમાં લડીને જીત્યા હતા. જોકે આ વખતે ફરી ભાજપે ટિકિટ આપી હતી. જેમાં ભાજપનો દાવ સફળ રહ્યો હતો અને પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત થઈ હતી. 

ગાંધીનગર દક્ષિણ: 

ગાંધીનગર દક્ષિણ વિધાનસભામાં આ વખતે અલ્પેશ ઠાકોરની જીત થઈ છે. અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો એમને પાટીદાર અનામત આંદોલન સમયે ઠાકોર સેના બનાવીને લડત ચલાવી હતી. જે બાદમાં કોંગ્રેસમાં રાધનપુરથી જીત મેળવી અને પછી ભાજપમાં જોડાયા અને ફરી રાધનપુરમાં પેટાચૂંટણી લડ્યા પણ ત્યાં અલ્પેશ ઠાકોરને સામનો કરવો પડ્યો હતો. જોકે વખતે અલ્પેશ ઠાકોરની સીટ બદલાતા તેમના ગાંધીનગર દક્ષિણમાં જીત મળી છે.

સિધ્ધપુર: 

પાટણ જિલ્લાની સિધ્ધપુર બેઠક ઉપર ભાજપના બળવંતસિંહ રાજપૂતની જીત થઈ છે. કોંગ્રેસમાં વર્ષો સુધી રહેનાર અને રાજ્યસભા ચૂંટણી બાદ બળવંતસિંહ રાજપૂતને રાજ્યસભામાં લડાવાયા હતા. જોકે ત્યાં તેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદમાં હવે આ વખતે ભાજપે તેમણે સિધ્ધપુરથી ટિકિટ આપી અને તેઓએ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને હરાવ્યા છે. 

વિરમગામ: 

પાટીદાર નેતા હાર્દિક પટેલને આ વખતે ભાજપે વિરમગામથી ટિકિટ આપી હતી. પહેલા કોંગ્રેસ અને બાદમાં ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલની વિરમગામ બેઠક પરથી ભવ્ય જીત થઈ છે. જોકે  પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલની વિરમગામમાં જીત થતાં તેમણે સમર્થકોએ અભિનંદન આપ્યા હતા. 

જસદણ: 

જસદણ બેઠક પર ફરી એકવાર કુંવરજી બાવળિયાનો વિજય થયો છે. મહત્વનું છે કે, કુંવરજી કોંગ્રેસમાં રેકોર્ડ બનાવ્યા હતા હવે ભાજપમાં પણ તેઓ રેકોર્ડ બનાવી રહ્યા છે. રાજ્ય સરકારમાં મંત્રી રહેલા બાવળિયા સતત બીજીવાર ભાજપમાં જીત્યા છે. 

માણાવદર: 

કોંગ્રેસના પૂર્વ નેતા જવાહર ચાવડા ભાજપમાં જોડાયા બાદ પહેલી વાર જીત્યા હતા. જોકે આ વખતે તેઓની કારમી હાર થઈ છે. 
માણાવદર બેઠક પર જવાહર ચાવડાને હારનો સામનો કરવો પડ્યો છે.  જોકે તેઓ 2019માં પેટાચૂંટણી જીતી ગયા હતા.

વિસાવદર: 

વિસાવદર બેઠક ઉપર હર્ષદ રિબડિયાની પણ હર થઈ છે. હર્ષદ રિબડિયાએ કોંગ્રેસમાંથી છેલ્લી ઘડીએ ભાજપનો ખેસ પહેર્યો હતો. જે બાદમાં ભાજપે તેમણે વિસાવદર બેઠક પર ટિકિટ આપી હતી. જોકે હવે આજે પરિણામ જાહેર થતાં આપના ઉમેદવાર સામે તેમણે હારનો સામનો કરવો પડ્યો છે. 

ખેડબ્રહ્મા: 

ઉત્તર ગુજરાતની ખેડબ્રહ્મા બેઠકના પૂર્વ ધારાસભ્યએ ચૂંટણી પહેલા જ ભાજપનો ખેસ પહેરી લીધો હતો. જે બાદમાં ભાજપે ખેડબ્રહ્મા સીટ ઉપર તેમણે ટિકિટ આપી હતી. જોકે આજે પરિણામ જાહેર થતાં અશ્વિન કોટવાલને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

તાલાલા: 

તાલાલા બેઠક પર ભગવાનભાઈ બારડનો વિજય થયો છે. જોકે તેઓ પોતાના કાર્યકાળ દરમ્યાન કોંગ્રેસમાં રહ્યા બાદ છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાય હતા. જેથી ભાજપે તેમણે તાલાલા બેઠક પર જ ટિકિટ આપ્યા બાદ આજે તેમનો વિજય થયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Gujarat election 2022 ગુજરાત ચૂંટણી પરિણામ 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પક્ષપલટું Gujarat Elections 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ