BJP state president CR Patil's convention in Patan
રાજકારણ /
PM મોદીની લોકપ્રિયતાના કારણે તમે જીત્યા છો ઘમંડ ન રાખતા, જાણો કોણે આપી BJP કાર્યકરોને ચેતવણી
Team VTV08:49 PM, 27 Jun 21
| Updated: 09:51 PM, 27 Jun 21
પાટણ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી અંગે નિવેદન આપતા કહ્યું, પોતાની જીત પર ઘમંડ ન રાખશો નહીં, PM મોદીની લોકપ્રિયતાના કારણે આપણી જીત થઈ હતી
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું નિવેદન
આગામી ચૂંટણી તૈયારી શરૂ કરોઃ સી.આર પાટીલ
PM મોદીની લોકપ્રિયતાના કારણે આપની જીત થઇ છે
પાટણ ખાતે ભાજપની સભામાં સી.આર પાટીલે પોતાના કાર્યકરોને એક મોટી ચેતવણી આપી દીધી છે. સી.આર પાટીલે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ નેતાઓને ચેતવ્યા કે, ગત ચૂંટણીમાં PM મોદીની લોકપ્રિયતાના કારણે જીતી ગયા હતા. પરંતુ 2022ની ચૂંટણીમાં પૂરતી મહેનત કરવી પડશે. સી.આર પાટીલે કહ્યું કે, પોતાની જીત પર ઘમંડ રાખશો નહીં. અને અત્યારથી મહેનત શરૂ કરવી પડશે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પાટણના APMC માર્કેટ હોલ ખાતે ભાજપના સંવાદ કાર્યક્રમમાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા. સંવાદ કાર્યક્રમમાં ગુજરાત સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે. તે માટે ચૂંટાયેલી પાંખના નેતાઓ હોદ્દેદારો અને આગેવાનોને લેશન કરાવવામાં આવ્યું હતું. જોકે સમગ્ર કાર્યક્રમ દરમિયાન મીડિયાને સભા હોલથી બહાર રાખવામાં આવી હતી. તો મીડિયા મુલાકાત દરમિયાન સી.આર પાટીલે જણાવ્યું કે, ભાજપનો કાર્યકર્તા આપ પાર્ટીમાં જઇ શકે નહીં. અરવિંદ કેજરીવાલને જૂઠું બોલવાની આદત છે. તે પ્રકારનું નિવેદન મીડિયાને આપ્યું હતું
જો કે, સી.આર પાટીલ ભાજપના તમામ ધારાસભ્યોની કામગીરીને લઈ હંમેશા સક્રિય જોવા મળતા હોય છે. થોડા દિવસ અગાઉ ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોને એક લેશન પણ આપવામાં આવ્યું છે. ભાજપના ધારાસભ્ય-સાંસદ હવે પ્રદેશ ભાજપના વિદ્યાર્થી બનશે. વિદ્યાર્થીની જેમ MLA-MPએ પાર્ટીને લેશન બતાવવું પડશે. જેના માટે ભાજપના MLA-MPને પ્રદેશ સંગઠન ટેબલેટ પણ આપશે. ટેબલેટમાં ચૂંટાયેલા સભ્યએ રોજે રોજનો રિપોર્ટ સબમીટ કરવો પડશે. ભાજપ પાર્ટી પેપરલેસ અને ડિઝિટલાઇઝેશન તરફ વળી રહી છે.
ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપે પ્લાનિંગ કર્યું છે. સતત પ્રચાર--પ્રસારમાં વ્યસ્ત રહેવા ધારાસભ્યને આદેશ કરી દેવાયા છે. ચૂંટાયેલા સભ્યની દરેક કામગીરનું રોજ મોનિટરિંગ કરાશે. રોજે રોજની કામગીરીની પ્રદેશ પ્રમુખ પાટીલ પાસે માહિતી જશે. લોકોની સમસ્યા અને તેના ઉકેલનું પ્લાનિંગ કરવું પડશે. ટેબલેટના માધ્યમથી ધારાસભ્યની કામગીરીનું મૂલ્યાંકન થશે.
શું હશે ટેબલેટમાં ?
ભાજપે એક એપ્લિકેશન બનાવી છે
આ એપ્લિકેશનમાં એક ડેસબોર્ડ બનાવાયું છે
ડેસ બોર્ડમાં જ પાર્ટી અને ધારાસભ્યની ગતિવિધિ જાણી શકાશે
પાર્ટી MLA-MPનો ઓનલાઇન જ મિટીંગના આમંત્રણ આપશે
ઓનલાઇન પાર્ટી અને સભ્યો સાથે સંવાદ થશે
MLA-MP કામગીરી કરશે તો સીધા એપ કે ડેસ બોર્ડ પર આવી જશે
ડેસ બોર્ડથી ડે ટુ ડેની કામગીરી પ્રમુખની પાસે ફોરવર્ડ થઇ શકે
સભ્યને દરોજની કામગીરીનું પાર્ટી હોમ વર્ક પણ આપી શકશે
હોમ વર્કમાંથી સભ્યએ શું કામ કર્યું તે ડેસ બોર્ડથી પાર્ટી જાણી શકશે
પ્રધાનમંત્રીની દરેક સ્પીચ અને વાત દરોજ સભ્યો સુધી પહોંચશે
MLA-MPની દરોજ જે કામગીરીનું સીધુ પ્રદેશ પ્રમુખ પણ મોનિટરીંગ કરી શકશે
દરોજના સમાચારના પ્રવાહ અને પાર્ટીની દિશા પણ ટેબલેટમાં હશે