બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / BJP spreading hate to win Uttar Pradesh assembly polls: Farooq Abdullah

નિવેદન / બાલાકોટ એરસ્ટ્રાઈકથી દેશને શું મળ્યું, દેશની સીમા બદલાઈ? ફારુક અબ્દુલાના નિવેદનથી મોટો વિવાદ

Hiralal

Last Updated: 05:59 PM, 21 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ કોન્ફરન્સના ચીફ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલાએ બાલાકોટ એરસ્ટ્રાઈક પર એક મોટું નિવેદન આપીને મોદી સરકાર પર નિશાન સાધ્યું.

  • બાલાકોટ એરસ્ટ્રાઈક પર ફારુક અબ્દુલાનું મોટું નિવેદન
  • બાલાકોટ એરસ્ટ્રાઈકથી દેશની સરહદ બદલાઈ ગઈ?
  • મોદી સરકાર યુપી જીતવા નફરત ફેલાવી રહી છે 

બાલાકોટ એરસ્ટ્રાઈક પર બોલતા અબ્દુલાએ જણાવ્યું કે બાલાકોટ બાલાકોટ શું લાઈન (એલઓસી) બદલાઈ ગઈ, શું આપણને પાકિસ્તાન તરફથી જમીનનો કોઈ ટૂકડો પાછો  મળ્યો. આપણે ત્યાં આપણું વિમાન ગિરાવ્યું. આપણને શું મળ્યું, ભાજપ સત્તામાં આવી. તેઓ આજે પણ આ જ કરી રહ્યાં છે. ભાજપ યુપી જીતવા માટે નફરત ફેલાવી રહી છે. 

નફરતની દિવાલ તોડી પાડવી પડશે 
પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતા અબ્દુલાએ જણાવ્યું કે આપણે કોમવાદની સામે લડવું પડશે. આપણે હિંદુ અને મુસ્લિમો વચ્ચેની નફરતની દિવાલ તોડી પાડવી પડશે. આ વગર ભારત કે જમ્મુ કાશ્મીરનું અસ્તિત્વ નથી. જો આપણે ભારતને બચાવવું હશે તો આપણે નફરત પર પૂર્ણવિરામ મૂકી દેવું પડશે.

ચૂંટણી જીતવા માટે હવે નફરતનું રાજકારણ 
તેમણે કહ્યું કે ચૂંટણી જીતવા માટે હવે નફરતનું રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે. આઝાદી પછી દરેક ચૂંટણીમાં મેં આ જોયું છે. મુસ્લિમ નેતાઓને મુસ્લિમ વિસ્તારોમાં લઈ જવાય છે અને હિંદુઓને હિંદુ વિસ્તારોમાં. 

બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને ભાજપ સત્તા પર આવ્યો 

ફારુક અબ્દુલાએ જણાવ્યું કે બાલાકોટમાં છેલ્લી ચૂંટણી જીતવામાં આવી. બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને ભાજપ સત્તા પર આવ્યો. આજે તેઓ આ જ વસ્તુનું પુનરાવર્તન કરી રહ્યાં છે. આજે તેઓ યુપી અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી જીતવા માટે નફરતનું ઝેર ફેલાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે શું બાલાકોટ એરસ્ટ્રાઈકથી દેશની સરહદ બદલાઈ ગઈ. શું આપણે પાકિસ્તાન પાસેથી જમીનનો કોઈ ટૂકડો ઝૂંટવી લીધો. જમીન પર તો લાઈન ઓફ કન્ટ્રોલનું અસ્તિત્વ છે જ. 

સંકળાયેલા મુદ્દાઓ

Farooq Abdullah Farooq Abdullah statement balakot Air Strike ફારુક અબ્દુલા ફારુક અબ્દુલા સ્ટેટમેન્ટ બાલાકોટ એરસ્ટ્રાઈક નિવેદન farooq abdullah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ