લોકસભા ચૂંટણી દરમિયાન સર્ચ એન્જીન કંપની ગૂગલ પર જાહેરાત આપવાના મામલે ભારતીય જનતા પાર્ટી સૌથી આગળ છે. ગૂગલ પર જાહેરાતો પર ખર્ચ કરવાના મામલે ભાજપે તમામ રાજકીય દળોને પાછળ પાડી દીધા છે. તો બીજી બાજુ જાહેરાતો પર ખર્ચ કરવામાં કોંગ્રેસ છઠ્ઠા નંબર પર છે.
ભારતીય પારદર્શિતા રિપોર્ટ અનુસાર રાજકીય દળો અને સંબંદ્ધ ઘટકોએ ફેબ્રુઆરી 2019 સુધી જાહેરાતો પર 3.76 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટી જાહેરાતો પર 1.21 કરોડ રૂપિયા ખર્ચ કરવાની સાથે જ આ યાદીમાં શીર્ષ પર છે, જે ગૂગલ પર કુલ જાહેરાત ખર્ચનો લગભગ 32 ટકા છે.
મહત્વનું વિપક્ષી દળ કોંગ્રેસ આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે, જેને જાહેરાતો પર 54100 રૂપિયા ખર્ચ કર્યા છે. રિપોર્ટ અનુસારભાજપ બાદ આ યાદીમાં આંધ્રની જગન મોહન રેડ્ડીના નેતૃત્વ વાળી વાઇએસઆર કોંગ્રેસ પાર્ટી છે જેના જાહેરાતો પર કુલ 1.04 કરોડ રૂપિયા ખર્ચો કર્યો છે.
વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે 1.04 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ પાર્ટી બીજા નંબર પર રહી, પાર્ટીએ પ્રત્યાશિઓ પર 26400 રૂપિયા ખર્ચ કર્યા છે. ,
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેલુગૂ દેસમ પાર્ટી અને એના પ્રમુખ ચંદ્ર બાબૂ નાયડૂનો પ્રચાર કરનારી 'પ્રમાણી સ્ટ્રેટજી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ' 85.25 લાખ રૂપિયાનો ખર્ચો કરવાની સાથે આ યાદીમાં ત્રીજા નંબર પર છે. નાયડૂનો પ્રચાર કરનારી એક અન્ય પાર્ટી 'ડિજીટલ કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ' 63.43 લાખ રૂપિયાનો ખર્ચ કરીને ચૌથા નંબર પર છે.