Friday, August 23, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રાજસ્થાનમાં ભાજપનો પરાજય વસુંધરા સામે જનતાની નારાજગીના મુખ્ય 6 કારણો

રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસનો વિજય થયો છે. ભાજપની વંસુધરા રાજે સરકારનો પરાજય થયો છે. રાજસ્થાનમાં પ્રધાનમંત્રી મોદીથી લઈને અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચાર કર્યો હતો.

તેમ છતા તેમનો અમૂક ખાસ કરાણના લીધે પરાજયા થયો...આમ તો રાજસ્થાનમાં દર 5 વર્ષે સરકાર બદલાય છે પરંતુ આ વખતે સરકાર જવાના ખાસ કારણો પર કરીએ એક નજર.

રાજસ્થાનના રાજકારણમાં પાંચ વર્ષમાં ઘણી બદલાઈ હતી. વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પરથી સમજી શકાય છે. રાજસ્થાનમાં 2013માં ભાજપને 200માંથી 163 સીટો મળી હતી.

આ વખતે કૉંગ્રેસે 100 બેઠકો પર પોતાનો કબજો જમાવ્યો છે અને ભાજપને પરાજય આપ્યો છે. ભાજપની સરકાર દ્વારા રાજ્યમાં ભારે નુકસાન થઈ રહ્યું હોવાની વાત લોકો કરી રહ્યા છે.

રાજસ્થાનમાં ગત દિવસોમાં થયેલી બે લોકસભા સીટ અને એક વિધાનસભા સીટની પેટાચૂંટણીમાં જ લોકોએ પોતાનો મૂડ બતાવી દીધો હતો.

એ સમયે રાજકીય વિશ્લેષકોએ આશંકા વ્યકત કરી હતી કે રાજસ્થાનમાં વંસુધરા સામેની નારાજગી ભાજપ માટે હારનું કારણ બની શકે છે અને તે વાત હાલ સાચી સાબિત થઈ છે. જો કે આ ઉપરાંત ઘણા ફેક્ટરો ભાજપ સરકારને ભારે પડ્યા હતા. તેના પર નજર કરીએ.

આ વખતે રાજપૂત વસુંધરા સરકારથી રાજપૂતો નારાજ હતા અને તેનુ નુકસાન ભાજપે ભોગવવું પડ્યું છે. ચૂંટણી દરમિયાન રાજપૂત સમાજનાં ઘણા નેતાઓએ ભાજપનો વિરોધ કરવાની જાહેરાત કરી હતી. 

ગેંગસ્ટર આનંદપાલસિંહનું એન્કાઉન્ટર અને ચતુરસિંહનું એન્કાઉન્ટર કરાતા રાજપૂત સમાજના લોકોમાં ભારે વિરોધ હતો અને તેમને આ બાબતે સીએમ વસૂધરાને રાજેને રજૂઆત કરીને સીબીઆઈ તપાસની માગ કરાઈ હતી.

તેમ છતા તેમને ન સાંભળતા તેમનાથી 70 ટકા લોકો તેમના વિરોધમાં છે અને સમાજના લોકોએ વિધાનસભામાં જોઈ લેવા ચીમકી આપી હતી. તે તેની અસર પરિણામ પર જોવા મળી હતી.

રાજસ્થાન કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટે કૉંગ્રેસમાં નવો જોશ ભરવાનું કામ કર્યું. તેમણે યુવાઓને તેમની સાથે જોડ્યા જ્યારે બીજી તરફ અનુભવી અશોક ગેહલોતે રાજ્યનાં જાતીય સમીકરણોને સાધ્યા હતા. 

તેમણે વરિષ્ઠ નેતાઓમાં ભરોસો લાવ્યો કે કૉંગ્રેસમાં સૌ માટે જગ્યા છે. રાજપૂતોની ભાજપ પ્રત્યેની નારાજગી અને માળી તેમ જ ગુર્જર વૉટ કૉંગ્રેસનાં પક્ષમાં આવતા ચૂંટણીનાં સમીકરણો બદલાયા.

વસુંધરા રાજેની છબી પણ ભાજપની હારનું કારણ રહી. રાજ્યમાં તેમની છબી મહારાણી તરીકેની છે. સામાન્ય ધારણા છે કે તેઓ પોતાના ખાસ માણસોનું જ જુએ છે અને સામાન્ય લોકો સાથેનું તેમનુ જોડાણ એટલું નથી. ભાજપ કાર્યકર્તાઓ અને સંગઠનનાં અન્ય લોકો સાથે પણ તેમનું ભાવનાત્મક જોડાણ ઓછું હોવાની વાત હતી.

રાજસ્થાનમાં છેલ્લી ઘણી ચૂંટણીથી ભાજપ આતંરિક વિખવાદનો સામનો કરી રહી છે. આ વખતે ઘનશ્યામ તિવારી અને માનવેંદ્ર સિંહનાં રૂપમાં બે મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી. 

ઘનશ્યામ તિવારીએ પોતાની અલગ પાર્ટી બનાવી હતી. ટિકિટ કપાવવાથી નારાજ જિલ્લા સ્તરનાં ઘણા નેતાઓએ પણ બળવા કર્યા હતા અને તેમને ભાજપના જ મત બગાડ્યા હતા અને કોંગ્રેસને સીધો ફાયદો. 

રાજનીતિનાં જાણકારોનું માનવું છે કે આ વખતે ટિકિટ વહેંચણીને લઇને કૉંગ્રેસે બાજી મારી હતી. કૉંગ્રેસે સ્થાનીય સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટની વહેંચણી કરી હતી.

જ્યારે ભાજપનાં ઉમેદવારોનું જનતા સાથે એટલું જોડાણ નહોતુ અને નેતાઓએ પોતાના નજીકના લોકોને ટિકિટ આપી હતી. જેના કારણે આ પરિણામ સામે આવ્યું છે.

રાજસ્થાનમાં આ વખતે મહિલા વોટરોએ સરકાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. મતદાનની ટકાવારીના આધારે મહિલા મતદાતા પુરુષ મતદારો કરતા આગળ હતી.

આ વખતે મહિલાઓના મતદાનમાં 74.66% અને પુરુષોની મતદાન ટકાવારી 73.81% હતી. 2013ની છેલ્લી ચૂંટણીમાં પણ મહિલાઓ આગળ વધી રહી હતી અને મતદાન ટકાવારી 75.57% અને 74.92% હતી. મહિલા મુખ્યમંત્રી હોવા છતા મહિલાઓ માટે કંઈ ન કરતા આ પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે.

આમ આ મહત્વના કારણોને કારણે ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. ઉમેદવારોની પસંદગી અને લોકોની નારાજગીએ ભાજપ સરકારને રાજસ્થાનમાંથી બહાર કર્યા છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ