યાદી /
રાજ્યસભાની ચૂંટણીને લઇને ભાજપે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી
Team VTV12:57 PM, 12 Mar 20
| Updated: 01:15 PM, 12 Mar 20
રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારને લઇને ભાજપ દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાજપે રાજ્યસભાના 5 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. જેમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના ઉમેદવારના નામ જાહેર કરાયાં છે.
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં હરિયાણાતી રામચંદ્ર ઝાંગડા, દુષ્યતં કુમાર ગૌતમને ઉમેદવાર જાહેર કરાયાં છે. જ્યારે હિમાચલ પ્રદેશતી ઇન્દુ ગોસ્વામીની ટીકિટ આપવામાં આપવામાં આવી છે.
भारतीय जनता पार्टी केन्द्रीय चुनाव समिति ने आगामी राज्य सभा चुनाव के लिए पार्टी प्रत्याशियों की दूसरी सूची और महाराष्ट्र की एक विधान सभा सीट के उप-चुनाव के लिए नाम की घोषणा की। pic.twitter.com/gQmkbOK3av
મધ્યપ્રદેશના રાજકારણમાં ચાલી રહેલી હલચલ વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા બાદ થોડા સમયમાં જ પાર્ટી દ્વારા જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યું હતું. જો કે આજે મધ્યપ્રદેશથી ડો. સુમેર સિંહ સોલંકી ભાજપના ઉમેદવાર જાહેર કરાયાં છે. જ્યારે મહારાષ્ટ્રથી ભગવત કરાડ ભાજપના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરાયાં છે.
ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિ દ્વારા મહારાષ્ટ્રની એક માત્ર વિધાનસભાની પેટા ચૂંટણી માટે અમરીશ રસિકલાલ પટેલે ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે.