ભાજપ નેતા નિતિન ગડકરીએ આજે શુક્રવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ આમાં ગરીબ પરિવારોને બે રૂપિયા કિલો લોટ, કોલેજ જનારી વિદ્યાર્થીનીઓને સ્કૂટી, નવી વિદ્યાર્થીનીઓને સાયકલ, ગરીબ યુવતિઓના લગ્નમાં 51 હજાર રૂપિયાના સામાનની મદદ અને કેટલીક અન્ય મહત્વપૂર્ણ વચન આપ્યા. પરંતુ ભાજપના તમામ વાયદાઓમાં બે રૂપિયા કિલો લોટની ખૂબ ચર્ચા થઇ રહી છે.
ભાજપને આ આઇડિયા પોતાના જ એક નેતા રમણસિંહે આપ્યો છે જેમણે છત્તીસગઢની સરકારમાં મુખ્યમંત્રી રહેતા ચાવલ બાબાના નામથી જાણીતા હતા. તેમને આ નામ એટલા માટે આપવામાં આવ્યું હતું કારણ કે તેઓ છત્તીસગઢના આદિવાસીઓને બે રૂપિયામાં કિલો ચોખા ઉપલબ્ધ કરાવતા હતા. આ યોજનાના કારણે રાજ્યમાં તેમની છાપ બહુ સારી બની ગઇ હતી અને આદિવાસી લોકો પ્રેમથી તેમને ચાવલ વાલે બાબા કહી બોલાવે છે.
રમણસિંહ (Source : Wikipedia)
ઘરે ઘરે વીજળી
ભાજપે મેનીફેસ્ટોમાં કહ્યું છે કે, દિલ્હીને સંપૂર્ણ રીતે ટેન્કરમુક્ત બનાવીને વર્ષ 2024 સુધીમાં દરેક ઘરના નળમાંથી શુધ્ધ પીવાનું પાણી આપવામાં આવશે. દિલ્હીમાં અટકી રહેલા વાયરને અન્ડરગ્રાઉન્ડ કરવાનું કામ ઝડપથી અને અગ્રિમતા આપીને કરવામાં આવશે.
અનધિકૃત કોલોનીઓનો વિકાસ
ભાજપે ગરીબ વિધવા મહિલાઓને તેમની પુત્રીના લગ્ન માટે 51 હજાર રૂપિયાની વિશેષ ભેટ આપવાની વાત કહી છે. અનધિકૃત વસાહતોમાં રહેતા 40 લાખ રહેવાસીઓને માલિકીનો અધિકાર આપ્યા પછી આ વસાહતોના યોગ્ય વિકાસ માટે એક કોલોની વિકાસ બોર્ડ બનાવવામાં આવશે.
વ્યાપારીઓ માટે
પાર્ટીએ કહ્યું છે કે વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન તાત્કાલિક 10 લાખ વેપારીઓની દુકાનોને લીઝહોલ્ડથી મુક્ત કરવામાં આવશે.
પ્રદૂષણ ઘટાડવાનો વાયદો
દિલ્હીના પ્રદૂષણની તસ્વીર (Source : Wikipedia)
ભાજપે કહ્યું છે કે દિલ્હીમાં પ્રદૂષણને અગ્રતાના ધોરણે ઘટાડવા માટે કેન્દ્ર સરકાર સાથે તમામ પ્રયાસો કરવામાં આવશે. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. યમુના અને તેની આસપાસના વિસ્તારોની સફાઇ અને વિકાસ માટે દિલ્હી યમુના વિકાસ બોર્ડની સ્થાપના કરવામાં આવશે.
10 લાખ રોજગાર
પ્રતિકાત્મક તસ્વીર
દિલ્હીની હોસ્પિટલો, સરકારી શાળાઓ અને અન્ય તમામ સરકારી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓને 58 વર્ષ કામ કરવાની નોકરીની બાંયધરી મળશે. આ સિવાય 5 વર્ષમાં ઓછામાં ઓછા 10 લાખ બેરોજગારને રોજગાર આપવાનું વચન આપવામાં આવ્યું છે.