બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP President of the Gujarat will be change
Dhruv
Last Updated: 02:38 PM, 5 September 2019
ADVERTISEMENT
મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) સહિત ત્રણ નેતાઓનાં નામ ચર્ચામાં સેવાઇ રહ્યાં છે. જેમાં મનસુખ માંડવિયા, ગોરધન ઝડફીયા (Gordhan Zadaphia) અને રજની પટેલનું (Rajni Patel) નામ હાલમાં પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચામાં છે. જો કે આ અંગેનો અંતિમ નિર્ણય અમિત શાહ અને નરેન્દ્ર મોદી કરશે. જો કે એવું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે જીતુ વાઘાણીનો મંત્રી મંડળમાં સમાવેશ કરાઇ શકે છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે હવે જીતુ વાઘાણીની ટર્મ નવેમ્બરમાં પૂર્ણ થવા જઇ રહી છે. ત્યારે હવે ગુજરાત ભાજપ પ્રદેશનાં નવા પ્રમુખને લઇ ત્રણ નેતાઓનાં નામ હાલમાં સામે આવ્યાં છે. જેને લઇને રાજ્યનાં ભાજપ વર્તુળમાં હાલમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે લોકોને એ સવાલ ઉભો થઇ રહ્યો છે કે આખરે કમલમ પર હવે કોનો કબ્જો થશે.
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ માટે તૈયારીઓ શરૂ, જીતુ વાઘાણીનો મંત્રીમંડળમાં થઈ શકે છે સમાવેશ. નવા પ્રમુખ માટે ગોરધન ઝડફિયા, મનસુખ માંડવિયા, રજની પટેલનું નામ ચર્ચામાં@BJP4Gujarat @jitu_vaghani
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 5, 2019
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે હાલમાં અમિત શાહ પણ અમદાવાદમાં જ છે અને જ્યારે પણ તેઓ અમદાવાદમાં આવ્યાં છે ત્યારે હવે સંગઠનમાં અને મંત્રીમંડળનાં વિસ્તરણની તેમજ સંગઠનમાં ફેરફાર કરવા મામલે ચર્ચાઓ કરાઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.