બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / BJP President Amit Shah Said Protest Against EVM Is Insult Of Public Order

ચૂંટણી / EVM મામલે હંગામો, અમિત શાહે વિપક્ષને પૂછ્યા આ 6 સવાલ

vtvAdmin

Last Updated: 10:08 PM, 22 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EVM સાથે ચેડા થયાના આક્ષેપ સાથે વિપક્ષીદળોએ ધમાસાણ મચાવ્યું છે. ભાજપ પર માછલા ધોવાઈ રહ્યા છે. તેવામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે વિપક્ષો પર નિશાન સાધતા એક નહીં બે નહીં પરંતુ એકસાથે છ-છ સવાલોનો મારો ચલાવ્યો છે. ત્યારે શું છે શાહના વિપક્ષો સામે સણસણતા સવાલ તે પણ જુઓ..

વિપક્ષી પાર્ટીઓને ચૂંટણી પંચ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પંચે VVPATને EVM સાથે મેળવવાની તે માગને ફગાવી દીધી છે જેમાં 50 ટકા સ્લીપને મેળવવાની વાત કરવામાં આવી હતી. છતાં વિપક્ષોના જહેનમાંથી EVMનું ભૂત નિકળી રહ્યું નથી અને ભાજપ પર વાર પર વાર કરી રહ્યું છે. 

તેવામાં વિપક્ષોના આ વારનો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પલટવાર સાથે જવાબ તો આપ્યો જ છે. આ સાથે વિપક્ષોની માગો સામે સણસણતા સવાલો પણ ઉઠાવ્યા છે. અમિત શાહે વિપક્ષના નેતાઓને એક પછી એક ટ્વીટ કરી છ જેટલા સવાલો કર્યા છે.

અમિત શાહના આ સવાલો પર નજર કરવામાં આવે તો. પ્રથમ સવાલ કરતા તેમણે લખ્યું છે કે, EVM પર સવાલ કરનાર પાર્ટીઓએ ક્યારેક તો EVM દ્વારા થયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. જો તેમને EVM પર વિશ્વાસ નથી તો આ પક્ષોએ ચૂંટણી જીત્યાં બાદ સત્તા કેમ સંભાળી હતી? 

શાહે બીજો સવાલ એ કર્યો કે, સુપ્રીમ કોર્ટે ત્રણથી પણ વધુ PILની સંમતિ પછી ચૂંટણી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. જેમા દરેક વિધાનસભા દીઠ પાંચ VVPATની ગણતરીનો આદેશ આપ્યો છે. તો પછી શું તમે લોકો સુપ્રીમ કોર્ટના આદેશ પર પણ સવાલો ઉઠાવી રહ્યા છો...?

આ તો આપણે અમિત શાહે વિપક્ષોને પુછેલા માત્ર બે સવાલની વાત કરી. આવા તો અન્ય સવાલો પણ છે. સ્વાભાવીક છે કે, મતદાન પૂર્ણ થયા બાદ પરિણામના એક દિવસ પહેલા વિપક્ષો જે રીતે ધમાસાણ મચાવી રહ્યા છે. તેના પર ભાજપ પણ ચૂપ તો નથી બેસવાનું. પરંતુ ભાજપ-કોંગ્રેસના નેતાઓના આક્ષેપ-પ્રતિઆક્ષેપનું પરિણામ આવતી કાલે સ્પષ્ટ થઈ જશે. ત્યાર બાદ કેવો માહોલ બંધાય છે તે જોવું રહ્યું.

સંકળાયેલા મુદ્દાઓ

EVM seal broke Lok Sabha Elections 2019 amit shah Lok Sabha Elections 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ