બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Assembly Election 2024 / મહારાષ્ટ્રમાં ભાજપના ઑબ્ઝર્વર રૂપાણીએ આપી મોટી હિંટ, CM અંગેનું સસ્પેન્સ ખતમ, જુઓ શું કહ્યું?
Last Updated: 02:09 PM, 3 December 2024
મહારાષ્ટ્ર માટે બીજેપીના સેન્ટ્રલ ઓબ્ઝર્વર વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે હું આજે સાંજે મુંબઈ જઈ રહ્યો છું. નિર્મલા સીતારમણ પણ મુંબઈ આવી રહ્યા છે. અમે આવતીકાલે સવારે 11 વાગ્યે ધારાસભ્ય દળ (મહારાષ્ટ્ર બીજેપી)ની બેઠક કરીશું. અમે ચર્ચા કરીશું. અને તે પછી, નેતા (લેજીસ્લેટિવ પાર્ટી)ને સર્વસંમતિથી પસંદ કરવામાં આવશે પછી બનાવવામાં આવશે.
ADVERTISEMENT
ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી
આ બાબતે તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે અમારા હાઈકમાન્ડે ત્રણેય સહયોગીઓ સાથે ચર્ચા કરી હતી. તેથી કોઈ સમસ્યા નથી. બધું સરળતાથી અને સર્વસંમતિથી કરવામાં આવશે. મને લાગે છે કે ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. એકનાથ શિંદેએ નિવેદન આપ્યું હતું કે જો બીજેપીમાંથી કોઈને સીએમ બનાવવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી. મને લાગે છે કે આ વખતે બીજેપીમાંથી કોઈ સીએમ બનશે.
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી!
પ્રદેશ ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, 4 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં વિધાન ભવનના સેન્ટ્રલ હોલમાં ભાજપ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવામાં આવશે, જેઓ 5 ડિસેમ્બરે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. હજુ સુધી મુખ્યમંત્રીના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે આ પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.