ભાજપના દિગ્ગજ નેતા પર દુઃખોનું આભ તૂટી પડ્યું, મંગળવારે તેમની 6 વર્ષની પૌત્રીનું ફટાકડાથી દાઝ્યા બાદની સારવાર દરમિયાન મોત નીપજ્યું.
ઉત્તરપ્રદેશથી ભાજપ સાંસદની પૌત્રીનું મોત
ફટાકડાથી દાઝી ગયા બાદ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
6 વર્ષની દીકરીના મોતના સમાચાર બાદ પરિવારજનો આઘાતમાં
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ભાજપના સાંસદ અને નેતા રીટા બહુગુણા જોશીની પૌત્રીનું મોત થયું છે, ફટાકડાથી દાઝી જવાના કારણે દીકરીએ અંતિમ શ્વાસ લીધા. મંગળવારે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દીકરીએ વસમી વિદાય લીધી. તે માત્ર છ જ વર્ષની હતી અને મોતની ખબર બાદ પરિવારના સભ્યો આઘાતમાં છે. આજે સવારે જ દીકરીને સારવાર હેતુ દિલ્હી લાવ્યા હતા.
पूर्व मंत्री एवं माननीय सांसद आदरणीया डॉ. रीता बहुगुणा जोशी जी की पौत्री के आकस्मिक निधन के समाचार अत्यंत दुखद है।
मैं ईश्वर से दिवंगत आत्मा को शांति प्रदान करने के साथ-साथ शोक संतृप्त परिजनों को संबल प्रदान करने की कामना करता हूँ।
ॐ शांति।।@RitaBJoshipic.twitter.com/wEiAVk1Qih
દીકરી ફટાકડા ફોડતા સમયે દાઝી ગઈ હતી અને તબીબોએ કહ્યું હતું કે 60 ટકા શરીર દાઝી ગયું છે, જે બાદ તેને દિલ્હી લાવવામાં આવી. એર એમ્બ્યુલન્સથી દિલ્હી એમ્સ હોસ્પિટલમાં દીકરીને લાવવામાં આવી અને સારવાર દરમિયાન તે જિંદગીની જંગ હારી.
મહત્વનું છે કે રીતા બહુગુણા જોશી થોડા દિવસ પહેલા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા જે બાદ તેમની પુત્રી પણ વાયરસની ઝપેટમાં આવી હતી. દાદીની સાથે પૌત્રીને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર બાદ વાયરસને મ્હાત આપી હતી.