ભાજપના સાંસદ અને ખ્યાતનામ ભોજપુરી એક્ટર રવિ કિશને સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કર્યું છે, જે હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
સેનામાં ભરતીનો ચાર વર્ષનો નિયમ લાવ્યા
ચાર વર્ષ અંતર્ગત સેનામાં આપી શકશો સેવા
રવિ કિશનની દિકરીએ પણ ઈચ્છા જતાવી
ભારત સરકારે અગ્નિપથ યોજનાની જ્યારથી જાહેરાત કરી છે, ત્યારથી દેશભરમાં કેટલાય રાજ્યોમાં યુવાનોમાં આક્રોશ દેખાઈ રહ્યો છે. ક્યાંક ટ્રેન સળગાવામાં આવી રહી છે, તો ક્યાંક રસ્તાઓ જામ કરી પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ તમામની વચ્ચે ભાજપના સાંસદ અને ખ્યાતનામ ભોજપુરી એક્ટર રવિ કિશને સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કર્યું છે, જે હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ટ્વિટ કરીને એક્ટરે જણાવ્યું હતું કે, તેમની દિકરી આ અગ્નિપથ યોજના અંતર્ગત સેનામાં ભરતી થવા માગે છે.
રવિ કિશને પોતાના સત્તાવાર ટ્વિટર હૈંડલ પરથી દિકરી ઈશિતા શુક્લાની એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં એક્ટરની દિકરી એનસીસીના ડ્રેસમાં હાથમાં સર્ટિફિકેટ પકડીને દેખાઈ રહી છે.
એક્ટરે કરેલા ટ્વિટે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું
દિકરીની આ તસ્વીર ટ્વિટ કરતા રવિ કિશને લખ્યું છે કે, મારી દિકરી ઈશિતા શુક્લા, આજે સવારે બોલી- પાપા, હું પણ અગ્નિપથ યોજના અંતર્ગત સેનામાં ભરતી થવા માગુ છું. મેં કહ્યું- આગળ વધો દિકરી.
યુઝર્સ આપી રહ્યા છે શુભકામના
રવિ કિશનની આ પોસ્ટ પર ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને શુભકામના પણ આપી રહ્યા છે એક યુઝર્સે લખ્યું છે કે, વાહ ! શુભકામનાઓ. બીજા એક યુઝર્સે લખ્યું છે કે, વાહ ખૂબ સરસ ઈશિતા જી. આ આપના ઉત્તમ સંસ્કાર અને ઉછેરની દેન છે કે માનનીય સાંસદજી આપના બાળકો હંમેશા જમીન સાથે જોડાયેલા રહે છે. મારી શુભકામનાઓે આપની સાથે છે ઇશિતાજી. તમારા માતા-પિતાનું નામ ખૂબ આગળ લઈ જશો. જય હિન્દ.