bjp mp alphons statement on ambani adani worshipped
બફાટ /
અદાણી અંબાણીની તો પૂજા કરવી જોઈએ, એમણે દેશમાં નોકરીઓ આપી ! ભાજપના સાંસદે ભરડ્યું
Team VTV04:38 PM, 11 Feb 22
| Updated: 04:43 PM, 11 Feb 22
બેરોજગારીની કડવી વાસ્તવિકતા વચ્ચે વિપક્ષી પાર્ટીઓ અને સત્તાધારી પાર્ટીઓ વચ્ચે ચાલી રહેલા વાક્યુદ્ધમાં ભાજપના એક સાંસદે અંબાણી અને અદાણની વાહવાહી ખાંટવાનો પ્રયાસ કર્યો હતો.
બજેટ પર ચર્ચામાં ભાજપ સાંસદે કર્યું આ નિવેદન
અંબાણી-અદાણીની પૂજા કરવાની આપી સલાહ
વૈશ્વિક અસમાનતાનો કર્યો સ્વિકાર
બેરોજગારીની કડવી વાસ્તવિકતા વચ્ચે વિપક્ષી પાર્ટીઓ અને સત્તાધારી પાર્ટીઓ વચ્ચે ચાલી રહેલા વાક્યુદ્ધમાં ભાજપના એક સાંસદે અંબાણી અને અદાણની વાહવાહી ખાંટવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ ઉદ્યોગપતિઓની પૂજા કરવાની સલાહ આપી દીધી હતી. જોવા જઈએ તો, ભાજપના સાંસદ અલ્ફોંસે રાજ્યસભામાં કહ્યું હતું કે, અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓની પૂજા કરવી જોઈએ, કારણ કે તેઓ રોજગાર ઉભા કરે છે. બીજી બાજૂ વિપક્ષે સરકારે પર બેકાર અને બેરોજગાર વિકાસ વિશે વાત કરવાનો આરોપ લગાવ્યો અને તર્ક આપ્યો કે, સરાકરની નીતિ આવક અસમાનતા વધારવાની છે.
અંબાણી-અદાણીની પૂજા કરવી જોઈએ
કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગ લેતા તેમણે કહ્યું કે, આપ મારા પર મૂડીવાદીઓના મુખપત્ર હોવાનો આરોપ લગાવી શકો છે, જે લોકોએ આ દેશમાં નોકરીઓ ઊભી કરી, હું એ લોકોના નામ લેવા માગું છું, કારણ કે, આપે તેમને નામ આપ્યું છે. રિલાયંસ હો, અંબાણી હોય, અદાણી હોય કે અન્ય કોઈ પણ, તેમની પૂજા થવી જોઈએ. હા, કારણ કે, તેઓ રોજગાર આપે છે. પૈસા લગાવતા લોકો અંબાણી, અદાણી, આ દેશમાં પૈસા બનાવતા દરેક ઉદ્યોગપતિઓ રોજગાર ઉભા કરે છે. તેમને નોકરીઓ આપી રહ્યા છે. તેમનું સન્માન કરવુ જરૂરી છે.
વૈશ્વિક અસમાનતાઓ એક ફેક્ટ છે
પૂર્વ કેન્દ્રીય મંત્રી અલ્ફોંસે તર્ક આપ્યો હતો કે, વૈશ્વિક અસામનતા એક તથ્ય છે. તેમણે કહ્યું કે, વિપક્ષે તર્ક આપ્યો છે કે, બે લોકોની સંપત્તિ વધી છે. તેમણે કહ્યું કે, એલન મસ્કની સંપત્તિ 1016 ટકા વધી ગઈ છે. શું આપ એ જાણો છો, ગૂગલના સંસ્થાપક લૈરી પૈજની સંપત્તિમાં 126 ટકાનો વધારો થયો છે. બેજોસની સંપત્તિમાં 67 ટકાનો વધઆરો થયો આ તમામ ટોપ 10માં સૌથી નીચે બિલ ગૈટ્સ છે. તેમની સંપત્તિમાં 30 ટકાનો વધારો થયો છે. વૈશ્વિક અસમાનતા એક સચ્ચાઈ છે. પછી આપ તેનો સ્વિકાર કરો કે ન કોર. દુનિયામાં ત્રણ અબજ લોકો એક દિવસમાં પાંચ ડોલરથી નીચે જીવન જીવે છે. એટલા માટે વૈશ્વિક અસમાનતા એક તથ્ય છે.