બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'AC, TV, ખુરશી પંખા બધુ ચોરી ગયા..' મનીષ સિસોદિયા પર ભાજપના રવીન્દ્ર નેગીના આરોપ, ઉતાર્યો વીડિયો
Last Updated: 03:14 PM, 18 February 2025
દિલ્હી પટપદ ગંજના ભાજપના ધારાસભ્ય રવીન્દ્ર નેગીએ આપ નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર ગંભીર આખેપ મુકતો એક વીડીયો શે ર્કાર્યો છે જેમાં તેમને કહ્યું છે કે મનીષ સિસોદિયાએ ચૂંટણી પહેલા તેનોં અસલી ચહેરો બતાવ્યો છે અને સિસોદિયાએ કેમ્પ કાર્યાલયમાંથી એસી, ટીવી, ટેબલ, ખુરશી જેવી વસ્તુઓની ચોરી કરી છે. રવિન્દ્ર નેગીએ વીડીયો શેર કરતા લખ્યું કે "તેમના ભ્રષ્ટાચારની હદ હજુ પણ ઓળંગી નથી. હવે તેઓ પોતાની વાસ્તવિકતા અને ચોરી છુપાવવાના રાજકારણમાં નિષ્ણાત બની ગયા છે. અમે લોકોના અધિકારોનું રક્ષણ કરીશું અને આવા ભ્રષ્ટ લોકોને ખુલ્લા પાડીશું."
ADVERTISEMENT
आम आदमी पार्टी से पटपड़गंज के पूर्व विधायक @msisodia ने चुनाव से पहले ही अपना असली चेहरा दिखा दिया था। विधानसभा कैंप कार्यालय से जिसमें AC, TV, टेबल, कुर्सी और पंखे जैसे सामान चुराए गए।
— Ravinder Singh Negi (@ravinegi4bjp) February 17, 2025
इनकी भ्रष्टाचार की हदें अब भी पार नहीं हुईं। अब ये अपनी असलियत और चोरी छिपाने की राजनीति में… pic.twitter.com/pN5YGlDzSN
ભાજપે 48 સીટ પર જીત મેળવી
ADVERTISEMENT
તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે. ભાજપે 70 માંથી 48 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી છે. જોકે ભાજપે 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તા મેળવી છે.
આપને 22 બેઠક
આ વખતે આમ આદમી પાર્ટી (AAP) ને 70 માંથી માત્ર 22 બેઠકો મળી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી હવે મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓમાં વ્યસ્ત છે.
વધુ વાંચો: 'તમારા મગજમાં ગંદકી ચાલે છે, પોપ્યુલરનો અર્થ એ નથી કે...', રણવીર અલ્હાબાદિયાને સુપ્રીમ કોર્ટની ફટકાર
શપથ સમારોહ 20 ફેબ્રુઆરીએ
મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે. મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સાંજે 4.30 વાગ્યે થશે. મુખ્યમંત્રીની સાથે છ મંત્રીઓ પણ શપથ લેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.