bjp minister jayesh radadia play garba in rajkot covid pandemic
VIDEO /
ગુજરાતના મંત્રી જયેશ રાદડિયા કોરોનાની મહામારીમાં ગરબે ઘૂમી રહ્યા છે એ પણ માસ્ક વગર
Team VTV06:08 PM, 28 Nov 20
| Updated: 06:12 PM, 28 Nov 20
મહામારીએ ગુજરાતમાં અજગર ભરડો લીધો છે અને ગુજરાત ભાજપના કેબિનેટ મંત્રી ગરબે ઘુમી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
કેબિનેટ મંત્રીની મોટી બેદરકારી
મંત્રી માસ્ક વિના ગરબે ઘુમ્યા
જયેશ રાદડિયા લોકો સાથે ગરબે ઘુમ્યા
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીની મોટી બેદરકારી સામે આવી છે. લોકો સાથે હોવા છતાં માસ્ક વિના ગરબે ઘુમી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. મંત્રી જયેશ રાદડિયા લોકો સાથે ગરબે ઘુમ્યા હતા. જયેશ રાદડિયાના મિત્રની પુત્રીના લગ્નનો વીડિયો વાયરલ થયો છે. સાસણ ગીરના વિશાલ ગ્રીનવુડમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે.
સળગતા સવાલ
શું સરકારના મંત્રીઓને નિયમો લાગૂ પડતા નથી?
શું માત્ર જનતા માટે જ નિયમો બનાવાયા છે?
માસ્ક ન પહેરનાર મંત્રીને દંડ કરવામાં આવશે?
શું સરકારના મંત્રી છે એટલે દંડ નહીં ફટકારો?
શું મંત્રીઓને કોરોના ન થાય એવું હોય છે?
લોકો સાથે માસ્ક પહેર્યા વિના કેમ ગરબે ઘૂમ્યા?
સામાન્ય લોકો માસ્ક પહેરે તો દંડ કેમ ફટકારો છો?