બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 11:29 AM, 29 May 2023
ADVERTISEMENT
બોલીવુડ એક્ટ્રેસ અને લોકસભા મેંબર હેમા માલિનીએ ગઈકાલે નવા સંસદ ભવન ઉદ્ગાટન સમારોહમાં જોડાયા બાદ ભવનની અંદરની તસવીરો શેર કરી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ હેમા માલિનીએ સુંદર કેપ્શન સાથે આ ફોટોઝ પોતાના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કર્યાં હતાં. ફોટોમાં તે ખુબ ખુશ દેખાઈ રહી છે. તેમણે સદનની અંદર પોતાની સીટ પર બેઠેલો ફોટો પણ પોસ્ટ કર્યો છે.
Day 1 - at the inaugural of the beautiful new Parliament building which will showcase India’s strides into a brave new world and give us pride of place among all the advanced nations. Jai Hind🙏 @narendramodi #MyParliamentMyPride pic.twitter.com/wGsKMqCPyy
— Hema Malini (@dreamgirlhema) May 28, 2023
ADVERTISEMENT
કેપ્શનમાં દેશનાં ગૌરવની કરી વાત
હેમા માલિનીએ લાઈટ મલ્ટીકલરની ફ્લોરલ પ્રિન્ટવાળી સાડી પહેરી હતી. ફોટોઝ શેર કર્યા બાદ તેમણે કેપ્શનમાં લખ્યું કે-'ડે 01- નવા સંસદની બિલ્ડિંગનો ઉદ્ગાટન સમારોહ. (બિલ્ડીંગ) કે જે દુનિયાભરમાં ભારતની પ્રગતિ દર્શાવશે અને એડવાન્સ નેશન્સ તરફ આગળ વધવાનો મોકો આપશે.જય હિંદ'
ફેન્સ કરી રહ્યાં છે કમેન્ટ્સ
હેમા માલિનીની આ પોસ્ટ જોઈને ફેન્સ પણ ખુશ નજર આવી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે તમને સદનની અંદર જોઈને સારું લાગ્યું. અન્ય એક વ્યક્તિએ લખ્યું વાહ મેમ, તમે તો સુંદર સાડી પહેરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.