Team VTV11:06 AM, 11 Dec 19
| Updated: 11:16 AM, 11 Dec 19
નાગરિકતા સંશોધન બિલ પર રાજ્યસભામાં ધમાસાણ અગાઉ ભાજપની સંસદીય દળની બેઠક મળી. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલનો વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદો પર હલ્લાબોલ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું છેકે નાગરિકતા સંશોધન બિલ પર કેટલાક નેતાઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યાં છે. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આ બિલથી લાખો-કરોડો શરણાર્થીઓની જીંદગીમાં ફેરફાર થશે.
ભાજપની સંસદીય દળની બેઠકમાં બોલ્યા PM મોદી
બિલથી લાખો લોકોની જિદગીમાં આવશે બદલાવ
કેટલાક લોકો બિલને લઈને પાકિસ્તાનની ભાષા બોલે છે
સંસદીય કાર્યમંત્રીએ બેઠક બાદ જણાવ્યું કે પીએમ મોદીએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું. આ અગાઉ નાગરિકતા સંશોધન બિલને રાજ્યસભામાં પાસ કરવાની રણનીતિને લઇને ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા.
ભાજપના સંસદીય દળની બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ દાવો કર્યો છે કે નાગરિકતા સંશોધન બિલ આજે બપોરે 12 વાગે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે અને પૂર્ણ બહુમતિથી પાસ થઇ જશે.