બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP leader's son threatened the businessman, then the police came and slapped the businessman himself

સત્તાનો નશો / VIDEO: BJP નેતાના પુત્રએ વેપારી સામે ધમકાવ્યો, પછી પોલીસે આવીને વેપારીને જ લાફા ઝીંક્યા, જામનગરનો VIDEO વાયરલ થતાં ઉઠી રહ્યા છે સવાલ

Priyakant

Last Updated: 11:25 AM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamnagar Viral Video News: દાદાગીરી કરનારા સામે કાર્યવાહી કરવાને બદલે વેપારી વિરુદ્ધ કેમ કાર્યવાહી કરી તે મોટો સવાલ, શાસક પક્ષના નેતાના દીકરાએ વેપારીને ધમકી આપીને માર્યો માર

 • જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતાના દીકરાની દાદાગીરી
 • શાસક પક્ષના નેતા કુસુમ પંડ્યાના દીકરાએ વેપારીને માર્યો માર
 • કુસુમ પંડ્યાના દીકરા હર્ષિલ પંડ્યાએ વેપારીને ધમકી આપીને માર્યો માર
 • વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પણ વેપારીને માર્યો માર
 • પોલીસે મારવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ
 • પોલીસે વેપારીને કેમ માર્યો તેને લઈ ઉઠ્યા સવાલ

સત્તાનાં નશામાં મદમસ્ત બની નેતાઓ કે તેમના સંતાનો અનેકવાર ખીતી દાદાગીરી કરી વિવાદમાં આવતા હોય છે. આવી જ એક ઘટના જામનગરથી સામે આવી છે. વિગતો મુજબ જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતાના દીકરાની દાદાગીરી સામે આવી છે. શાસક પક્ષના નેતા કુસુમ પંડ્યાના દીકરાએ વેપારીને ધમકી આપીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ તરફ પોલીસે પણ તે વેપારીને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે. 

જામનગર મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા વિવાદનાં ઘેરામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા કુસુમ પંડ્યાના દીકરા હર્ષિલ પંડ્યાએ એક વેપારીને ધમકી આપીને માર માર્યો હતો. જે બાદ તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ તરફ સ્થાનિક પોલીસે પણ વેપારીને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થયા છે. જામનગરમાં  દાદાગીરી કરનારા સામે કાર્યવાહી કરવાને બદલે વેપારી વિરુદ્ધ કેમ કાર્યવાહી કરી તે મોટો સવાલ બન્યો છે. 

JMCના શાસક પક્ષના પુત્રનો વિડિયો થયો વાયરલ
મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા કુસુમ પંડ્યાના દીકરા હર્ષિલ પંડ્યાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. હર્ષિલ પંડ્યાએ વેપારીને ધમકાવતો વીડિયો વાઈરલનો વિડિયો વાયરલ થતાં શહેરભરમાં હડકંપ મચી ગયો છે. આ તરફ સ્થાનિકોમાં ચર્ચા છે કે, સત્તાના જોરે વેપારીને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે. કયા ગુનામાં વેપારીને પોલીસે માર્યો માર તેને લઈ પણ સવાલ ઊભા થયા છે. પોલીસે દાદાગીરી કરનાર નેતાના પુત્ર સામે કાર્યવાહી કરવાને બદલે વેપારીને માર મારતા હવે મામલો ગરમાયો છે. 

સળગતા સવાલ 

 • પોલીસે વેપારીને કેમ માર માર્યો?
 • શું વેપારીને માર મારવા માટે પોલીસને ઓર્ડર આપવામાં આવ્યો હતો?
 • દાદાગીરી કરનારા નેતાના પુત્રને બદલે વેપારીને કેમ સજા?
 • શું પોલીસ નેતાના સંતાનો અને સામાન્ય નાગરિકો વચ્ચે ભેદભાવ રાખે છે?
 • વેપારીને માર મારનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે?
 • કુસુમ પંડ્યાના પુત્ર વિરુદ્ધ કાર્યવાહી થશે?
 • વેપારીએ એવો શું ગુનો કર્યો કે પોલીસે પણ તેને જ માર માર્યો?
 • શું પોલીસ વિભાગ શાસક પક્ષના સંબંધીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરી શકે?
 • વેપારીને માર મારવા માટે પોલીસને ઓર્ડર કોણે આપ્યો?
 • વેપારીને ન્યાય ક્યારે મળશે?

સંકળાયેલા મુદ્દાઓ

BJP નેતા jamnagar જામનગર જામનગર મહાનગરપાલિકા દાદાગીરી પોલીસની દાદાગીરી સત્તાપક્ષ Jamnagar Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ