Wednesday, June 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

નિવેદન / હું નથી જાણતી ગુપ્તા બંધુ કોણ છે પરંતુ આવા કરોડોના લગ્નના ખોટાં ખર્ચા બંધ કરો: ઉમા ભારતી

હું નથી જાણતી ગુપ્તા બંધુ કોણ છે પરંતુ આવા કરોડોના લગ્નના ખોટાં ખર્ચા બંધ કરો: ઉમા ભારતી

ઉમા ભારતીએ પોતાના ચૂંટણી ના લડવા અને મંત્રીમંડળમાં સામેસ ના થવા પર પણ ટિપ્પણી કરી છે. એમને કહ્યું કે સંગઠનમાં ભાજપ અધ્યક્ષે જે જવાબદારી આપી એને પૂર્ણ કરશે. ઉમા ભારતીએ એવું પણ કહ્યું કે એમનું ધ્યાન ગંગાની સફાઇ પર પણ રહેશે અને ગરીબોના હક માટે કામ કરશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉમા ભારતી હાલ ઉત્તરાખંડ પ્રવાસે છે. ઉમા ભારતીએ ઉત્તરાખંડમાં અમીર ગરીબીના ઊંડા તફાવત માટે પૂર્વવર્તી કોંગ્રેસ સરકારને જવાબદાર ગણાવ્યા છે. 

ઉમા ભારતીએ પોતાની ચૂંટણી લડવા અને મંત્રીમંડળમાં સામેલ ના થવા પર ટિપ્પણી કરી. એમને કહ્યું કે સંગઠનમાં ભાજપ અધ્યક્ષે જે જવાબદારી આપી એને પૂર્ણ કરીશ. ઉમા ભારતીએ એવું પણ કહ્યું કે એમનું ધ્યાન ગંગાની સફાઇ પર પણ રહે્શે અને ગરીબોના હક માટે કામ કરશે. 

ઉમા ભારતીએ ગુપ્તા બંધુઓના લગ્ન પર પણ ટિપ્પણી કરતાં લખ્યું કે આપણા દેશમાં લગ્નના નામ પર થતા ખોટા ખર્ચાઓ જ કન્યા ભ્રૂણ હત્યાનું કારણ છે. બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર દેશમાં આવા લગ્ન રોકી લેવા જોઇએ. 

ઉમા ભારતીએ એક અન્ય ટ્વિટમાં કહ્યું કે ઉત્તરાખંડમાં ડેસ્ટિનેશન વેડિંગ થવા જોઇએ. ટૂરિઝ્મને પ્રોત્સાહન આપવું જરૂરી છે પરંતુ પહેલા એવો અભ્યાસ કરવો પણ જરૂરી છે રોજગાર વધે, રાજ્યના વિકાસમાં યોગદાન થાય એની જગ્યાએ કંઇ ઊંધું ના થઇ જાય કે રાજ્યના અભાવગ્રસ્ત લોકોને નિરાશ થઇ જાય. 

ઉમા ભારતીએ એવું પણ કહ્યું કે તે ગુપ્તા બંધુઓને જાણતી નથી. એમને પોતાના ટ્વિટમાં લખ્યું, 'હું જાણતી નથી કે ગુપ્તા બંધુ કોણ છે. એમને સલાહ આપીશ કે પોતાના થોડાક રૂપિયા દુર્દશાનો શિકાર જોશીમઠના શંકરાચાર્ય મઠ પર ખર્ચ કરે, થોડા પૈસા પીવાનું પાણી, શિક્ષા અને સ્વાસ્થ્યના સંકટ નિવારણ માટે આપે તથા શાંતિથી કેટલાક પંડિતો અને પરિજનોના હાજરીમાં પોતાના છોકરાઓની વિદાય કરીને લઇ જાય.'

નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકાથી તાલ્લુક રાખનાર NRI ગુપ્તા બંધુઓના બે પુત્રોના હાઇ પ્રોફાઇલ લગ્ન ઉત્તરાખંડના શાનદાર હિલ સ્ટેશન ઔલીમાં થવા જઇ રહ્યા છે જેમાં તેઓ 200 કરોડ રૂપિયા ખર્ચ થશે. 
 

national BJP uttrakhand Uma Bharti gupta brothers Ganga

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ