bjp leader sambit patra says those whom we were calling annadata for so many days they proved to be extremists
નિવેદન /
ભાજપના સંબિત પાત્રાએ કહ્યું જેમને આપણે અન્નદાતા સમજી રહ્યા હતા તે તો...
Team VTV11:42 AM, 27 Jan 21
| Updated: 12:29 PM, 27 Jan 21
ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોની ટ્રેક્ટર પરેડ મંગળવારે હિંસક થયા બાદ ભાજપા પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે જેને અત્યાર સુધી ‘અન્નદાતા’ સમજી રહ્યા હતા. આજે તે ‘ઉગ્રવાદી’નિકળ્યા.
અન્નદાતાઓને બદનામ ન કરો. ઉગ્રવાદીઓને ઉગ્રવાદી જ કહો- સંબિત પાત્રા
અન્નદાતાઓને બદનામ ન કરો. ઉગ્રવાદીઓને ઉગ્રવાદી જ કહો- સંબિત પાત્રા
પાત્રાએ ટ્વીટ કરી કહ્યું કે ‘જેને આપણે આટલા દિવસો સુધી અન્નદાતા કહી રહ્યા હતા, તે આજે ઉગ્રવાદી સાબિત થયા. અન્નદાતાઓને બદનામ ન કરો. ઉગ્રવાદીઓને ઉગ્રવાદી જ કહો.’ ભાજપ પ્રવક્તાએ આની સાથે એક વીડિયો શેર કર્યો જેમાં પ્રદર્શનકારી કથિત રીતે તિરંગાને ફેંકતા જોવા મળી રહ્યા છે. હકિકતમાં તે એક વ્યક્તિ જ્યારે સ્તંભ પર ચઢી રહ્યો હતો ત્યારે ભીડમાંથી એક વ્યક્તિ તેને તિરંગો પકડાવે છે પણ તે તેને ફેંકી દે છે અને એક અન્ય ઝંડો હાથમાં લઈ લે છે.
जिनको हम इतने दिनो से अन्नदाता कह रहें थे
वो आज उग्रवादी साबित हुए।
अन्नदाताओं को बदनाम न क़रो, उग्रवादियों को उग्रवादी ही बुलाओ!!
પાત્રાએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે ‘દુઃખદ’ભાજપાના એક અન્ય પ્રવક્તા સૈયદ જફર ઈસ્લામએ સવાલ ઉઠાવ્યો છે કે ભીડમાં સામેલ લોકોને આતંકવાદી કેમ ન કહેવા જોઈએ. ’ તેમણે ટ્વીટ કરી રહ્યું કે શર્મજનક છે આ આપણા બહાદુર જવાનો પોતાને બચાવવા માટે દિવાસની નીચે કુદી રહ્યા છે. તેમ છતા તેમણે સંપૂર્ણ સહનશીલતા દાખવી છે. આ ભીડને તમે શું કહેશો. આંદોલનકારી ખેડૂતો? અસામાજિક તત્વોનો સમૂહ અથવા આતંકવાદી? તમે નિર્ણય કરો.
ચિરાગ પાસવાને ખેડૂતોના આ વ્યવહારની નિંદા કરી
લોક જનશક્તિ પાર્ટી(લોજપા) અધ્યક્ષ ચિરાગ પાસવાને પણ ગણતંત્ર દિવસના અવસર પર ખેડૂતોના આ વ્યવહારની નિંદા કરી. તેમણે ટ્વીટ કરી કહ્યું કે આજે ગણતંત્ર દિવસના અવસર પર જે ઉપદ્વવી તત્વો દ્વારા આંદોલનની આડમાં ગુનો કર્યો તે કોઈ પણ કિંમતે સ્વીકાર્ય નથી. લોક જનશક્તિ પાર્ટી આ પ્રકારના વ્યવહારની ટીકા કરે છે.’
શું બન્યું હતુ
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ધ્વજ તથા ખેડૂત યુનિયનોના ઝંડા સાથે હજારો ખેડૂતો મંગળવારે ગણતંત્ર દિવસે ટ્રેક્ટરો પર સવાર થઈ રેલી કરી રહ્યા હતા. તે દરમિયાન કેટલાક તોફાની તત્વોએ બેરિયરોને તોડી પોલીસ સાથે બાથ ભીડતા લાલકિલ્લાની ઘેરાબંધી માટે વિભિન્ન સીમા બિંદુઓથી રાષ્ટ્રીય રાજધાનીમાં દાખલ થયા. લાલ કિલ્લા પર ઉપદ્રવીઓ ધ્વજ સ્તંભ પર પણ ચઢ્યા હતા. અનેક સ્થળો પર પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે કેટલીક જગ્યાઓ પર અશાંત ભીડને વિખેરવા માટે આંસૂ ગેસના સેલ પણ છોડ્યા હતા. ત્યારે આઈટીઓ પર સેંકડો અસામાજિક તત્વો પોલીસકર્મીઓ પર લાઠીઓ લઈને દોડતા અને ઉભી રહેલી બસોને પોતાના ટ્રેક્ટરથી ટક્કર મારતા પણ નજરે પડ્યા હતા.