બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શું GPSC જાતી જોઇને માર્ક્સ આપે છે? ભાજપનાં જ દિગ્ગજ નેતાએ આક્ષેપ કરતા ચકાચર
Last Updated: 04:53 PM, 15 May 2025
સરકારમાં ભ્રષ્ટાચારે તો માઝા મુકી જ છે પરંતુ હવે તો ભ્રષ્ટાચાર પણ જાતી જોઇને થતો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપનાં જ દિગ્ગજ નેતા અને OBC અગ્રણી હરિ ચૌધરીએ સરકારી પરીક્ષા પદ્ધતી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ચૌધરી સમાજના અગ્રણી અને ભાજપ નેતાએ ચોકાવનારા આક્ષેપ સાથે મુખ્યમંત્રીને લખ્યો પત્ર લખતા ચકચાર મચી ગઇ છે.
ADVERTISEMENT
ભાજપ નેતા હરિ ચૌધરીએ જીપીએસસી પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાજપ નેતા હરિ ચૌધરીએ લગાવ્યા GPSC પર ગંભીર આક્ષેપો કર્યા હતા. સમાજ અને જાતિના આધારે GPSCમાં પાસ નાપાસ કરાતા હોવાનો કર્યો આક્ષેપ લગાવ્યા હતા. આક્ષેપ કરનાર હરિ ચૌધરી ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હતા અને ભાજપ અને ખાસ કરીને ચૌધરી સમાજમાં દબદબો ધરાવતા નેતા છે.
ADVERTISEMENT
ઓબીસી સાથે અન્યાય થતો હોવાનો આક્ષેપ
OBC ઉમેદવારોને 450 માર્ક્સ હોય તો ઈન્ટરવ્યુમાં 20થી 25 માર્ક અપાય છે તેવો આક્ષેપ હરિભાઇ ચૌધરીએ લગાવ્યો હતો. ઓપન કેટેગરીના ઉમેદવારોને 350 માર્ક્સ હોય તો ઇન્ટરવ્યુમાં આપે છે 90 માર્ક હોય છે તેવો આક્ષેપ બાદ રાજકારણમાં ગરમાવો આવવાની સાથે સાથે જાતિગત રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.
ADVERTISEMENT
જીપીએસસીની પેટર્ન સામે ઉઠાવ્યા સવાલ
હરિભાઇ ચૌધરીએ દાવો કર્યો કે, OBC,SC,ST સમાજને અન્યાય થઇ રહ્યો છે તે પ્રકારની તેમને ફરિયાદ મળી હતી. ત્યાર બાદ ક્રોસચેક કરતા તે સાચુ હોય તેવું પણ લાગી રહ્યું છે. જેના કારણે મે મુખ્યમંત્રીને પત્ર લખીને સમગ્ર મામલે તપાસ કરવા માટે જણાવ્યું છે. જીપીએસસી અને તેની મંશા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો, જાણો નિફ્ટીના હાલ
મુખ્યમંત્રીને પત્ર લખીને ગંભીર આક્ષેપ કર્યા
ADVERTISEMENT
ભાજપના નેતાએ GPSC સામે મુખ્યમંત્રીને પત્ર લખીને જીપીએસસી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ભાજપના નેતા હરી ચૌધરીના GPSC સામે ગંભીર આરોપ કરતા કહ્યું કે, સામાજિક અને જાતિ આધારીત સેટિંગ થઇ રહ્યું છે. હરી ચૌધરીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં આરોપ લગાવતા કહ્યું કે, GPSCની પરીક્ષામાં ચોક્કસ સમુદાયને ફાયદો થાય તેવું લાગી રહ્યું છે. ઇન્ટરવ્યુમાં તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે. મૌખિક પરીક્ષામાં ચોક્કસ સમુદાયને વધારો માર્ક્સ આપવામાં આવે છે. ભાજપના નેતાના GPSC સામેના ગંભીર આરોપથી હાલ તો રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ફરી એકવાર જીપીએસસી અને સરકારી પરીક્ષા પદ્ધતી ચર્ચામાં અને વિવાદમાં આવી ગઇ છે.
ઉદાહરણ સાથે આક્ષેપ કર્યા
ADVERTISEMENT
હરી ચૌધરીએ પોતાના આક્ષેપો સાથે ઉદાહરણ પણ આપ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, OBC ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં 450 કરતા પણ વધારે ગુણ હોય પરંતુ ઇન્ટરવ્યુંમાં માંડ 20-25 જ માર્ક હોય. તે જ પરીક્ષામાં ઓપન કેટેગરીના ઉમેદવારોને 350 માર્ક્સ હોય તો ઇન્ટરવ્યુમાં 90 માર્ક હોય છે. હોશિયાર કોણ થયું 450 માર્ક વાળો કે 350 માર્ક વાળો?
શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું!
તેમણે ઉદારણ આપતા જણાવ્યું કે, UPSC ની પરીક્ષા પાસ કરનાર વિપુલ ચૌધરીને જીપીએસસીએ ઇન્ટરવ્યુમાં માત્ર 20 જ ગુણ આપવામાં આવ્યા હતા. જ્યારે તે જ વિદ્યાર્થી યુપીએસસી પરીક્ષા પાસ કરી લીધી હતી. તો જીપીએસસીની મંશા સામે સવાલો તો ઉઠવા સ્વાભાવિક જ છે. હાલ તો પત્ર લખીને સમગ્ર મામલે રાજકારણ તો ગરમાયું છે શું કાર્યવાહી થાય છે તે તો સમય જ કહેશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.