બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / જનતાના 1 કરોડ લૂંટીને ફરાર ભાજપનાં નેતાને પોલીસે દુબઇથી ઝડપ્યો
Last Updated: 10:23 PM, 15 May 2025
Vadodara News : દિલીપ ગોહિલેની છેતરપિંડી અંગે ફરિયાદી પરાક્રમસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. સરકાર અને પોલીસ પર ભરોસો છે. આરોપી દુબઇમાં સંતાયો હતો ત્યાંથી પકડવામાં આવ્યો છે. કહેવત છે કે દુબઇમાંથી આરોપી પાછો લાવી શકતો નથી પરંતુ પોલીસે દુબઇમાંથી ધરપકડ કરી છે. ન્યાયતંત્ર પર અમને પૂરો વિશ્વાસ છે આરોપીને ગુનાની સજા થશે.
ADVERTISEMENT
ભાજપ નેતા અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનની ધરપકડ
વડોદરામાં ભાજપ નેતા અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા દુબઇથી દિલીપ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ નેતા પરાક્રમસિંહ જાડેજાએ 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનો આક્ષેપ સાથેની ફરિયાદ દાખલ થઇ હતી. છેલ્લા ઘણા સમયથી દિલીપ ગોહિલ મોસ્ટવોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા દુબઇથી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દિલીપ ગોહિલની ધરપકડ કરી આગળની પુછપરછ શરૂ કરી છે.
ADVERTISEMENT
દિલીપ ગોહિલની દુબઇથી ધરપકડ
વડોદરામાં ભાજપ નેતા અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનની ધરપકડ કરી છે. પોલીસે દુબઈથી દિલીપ ગોહિલની કરી ધરપકડ કરી હતી. ભાજપ નેતા પરાક્રમસિંહ જાડેજા સાથે 1 કરોડની છેતરપિંડી કર્યાનો આરોપ છે. છેલ્લા ઘણા સમયથી દિલીપ ગોહિલ વોન્ટેડ હતા.પોલીસે દિલીપ ગોહિલને વધુ તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.