ભાજપ નેતા ભવાન ભરવાડનું વિવાદાસ્પદ નિવેદન, 'કોંગ્રેસના રાજમાં અમે કર્યો હતો ભ્રષ્ટાચાર'

By : hiren joshi 11:10 AM, 10 August 2018 | Updated : 11:10 AM, 10 August 2018
છોટાઉદેપુરઃ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. કાર્યક્રમ દરમિયાન ભવાન ભરવાડે આદિવાસઓના નામે ભ્રષ્ટાચાર કર્યુ હોવાની કબૂલાત કરી હતી.  તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસના રાજમાં ધારાસભ્ય તરીકે ભ્રષ્ટાચાર કર્યુ હતુ. લોકોની સાઈન કરીને બારોબાર નાણાં ખઈ જવાનો સ્વીકાર કર્યો હતો.

આ કાર્યક્રમમાં ભવાન ભરવાડે સંબોધતા કહ્યુ કે, હાલની મોદી સરકારે ગરીબ અને આદીવાસીઓ વિકાસ માટે 82 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જે આદીવાસીઓના આજે હક્કો મળી રહ્યા છે અને આ હક્ક હું કોંગ્રેસનો ધારાસભ્ય હતો ત્યારે પણ મળતા હતા. ત્યારે આદિવાસીઓને પાણી, લાઇટ અને અભ્યાસ મફત આપવામાં આવતુ હતુ.

પરંતુ હું જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે કોઈને ખબર પડવા દેતા ન હતા. અને લોકોના રૂપિયા બારોબાર ખાઈ જતાં હતા. લોકો પાસેથી સાઈન કરાવીને સરકાર પાસેથી 10 હજાર રૂપિયા મેળવતા હતા. લોકોને માત્ર 2 હજાર રૂપિયા આપીને અમે લોકો 5 હજાર રૂપિયા ચાંઉ કરતા હતા.

ભવાન ભરવાડે કહ્યું કે, આદીવાસીઓના આજે હક્કો મળી રહ્યા છે, જેમાં પાણી મફત આપવું, લાઇટ મફત આપવી, ભણતર મફત આપવું, જ્યારે હું કોંગ્રેસની સાથે ધારાસભ્ય તરીકે હતો. હું કોંગ્રેસનો ધારાસભ્ય હતો ત્યારે તમને કોઈને ખબર નહોતા પડવા દેતા, બારોબાર નાણા ખાઈ જતાં હતા. તમારા નામની સહીઓ કરીને આગળ મોકલતા હતા. સરકાર પાસેથી 10 હજાર મળતા હતા. જેમાથી તમને 2 હજાર રૂપિયા આપીને 5 હજાર અમારા ખીસ્સામાં મુકતા હતા. કોંગ્રેસના શાસનમાં આવું થતુ હતુ.  Recent Story

Popular Story