બ્રેકિંગ ન્યુઝ
VTV / ચૂંટણી 2019 / The BJP has also suspended the BSF's suspension following the death of PM Modi, Chandrashekhar Azad.
Last Updated: 03:36 PM, 31 March 2019
બે વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર BSFના જવાને જમવાને લઈને ફરિયાદ કરતો એક વીડિયો વાયરલ કર્યો હતો. જે બાદ તેમને સેનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરી દેવાયેલા BSFના જવાન તેજ બહાદુર યાદવ હવે વારાણસીથી પીએમ મોદી વિરૂદ્ધ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
ADVERTISEMENT
તો બીજી તરફ ભીમ આર્મી ચીફના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે પણ પીએમ મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવાની મંસા વ્યક્ત કરી હતી. વર્ષ 2017માં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં BSFના સસ્પેન્ડેડ જવાન તેજ બહાદુર યાદવ જમવાની ગુણવત્તાને લઈને ફરિયાદ કરતા નજરે પડ્યા હતા. જે બાદ તેઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
ADVERTISEMENT
જ્યારે હવે આ BSFના સસ્પેન્ડેડ જવાન તેજ બહાદુર યાદવે પીએમ મોદી વિરૂદ્ધ મોરચો છેડ્યો છે. હરિયાણામાં તેજ બહાદુર યાદવે કહ્યું કે, હું વારાણસીથી પીએમ મોદી વિરૂદ્ધ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ. ભ્રષ્ટાચારને ખતમ કરવા હું ચૂંટણી લડવા માગુ છું. મેં ભ્રષ્ટાચારનો મામલો ઉઠાવ્યો તો મને સસ્પેન્ડ કરી દેવાયો. મારો પહેલુ લક્ષ્ય સુરક્ષાબળને મજબૂત કરવાનો છે અને ભ્રષ્ટાચાર ખતમ કરવાનો છે.
બીજી તરફ, ભીમ આર્મી ચીફના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે પણ પીએમ મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવાની મંસા વ્યક્ત કરી હતી. ચંદ્રશેખરે કહ્યું હતું કે, પીએમ મોદી જ્યાંથી પણ ચૂંટણી લડશે હું ત્યાંથી ચૂંટણી લડીશ. હું વારાણસીથી પીએમ મોદીને હરાવીને ગુજરાત ભેગા કરી દઈશ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારતને રિટર્ન ગિફ્ટ / ગૌરવની ક્ષણ ! કોરોના મદદની ગિફ્ટ, આ દેશ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT