બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:04 AM, 16 November 2019
ADVERTISEMENT
લોકસભા ચૂંટણી બાદ એકવાર ફરી રાફેલ મુદ્દા પર કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે. રાફેલ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં દાખલ પુનર્વિચાર અરજી નામંજૂર કરવામાં આવતાં હવે ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુધ્ધ આક્રમક વલણ અપનાવામાં આવ્યું છે. ભાજપ દ્વારા રાહુલ ગાંધી વિરુધ્ધ આજે દેશભમાં હલ્લા બોલ કરી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી ચૂકી છે.
ADVERTISEMENT
ભાજપ કાર્યકર્તાઓ આજે દેશભરમાં રાહુલ ગાંધી માફી દેશના લોકોની માફી માગે ને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતાં માગ કરી છે કે રાહુલ ગાંધી દેશના લોકોની માફી માગવી જોઇએ. ગૃહ મંત્રી અમિત શાહ સિવાય કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને રાજનાથ સિંહે ટ્વિટ કરી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
જો કે ભાજપના આકરા પ્રહાર સામે રાહુલ ગાંધીએ જસ્ટિસ કેએમ જોસેફના નિવેદનને ટ્વિટ કરી પલટવાર કર્યો હતો. રાહુલ ગાંધીએ સંયુક્ત સંસદીય સમિતિ પાસે આ મામલે તપાસ કરાવાની જૂની માગણીને લઇને ફરી રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે અટલ બિહારી વાજપેયની સરકારમાં રહેલા મંત્રી યશંવત સિંહા, અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણની પુનર્વિચાર અરજી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની ખંડપીઠે ફગાવી દીધી હતી. સુપ્રીમે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે રાફેલ મામલે કોઇપણ કેસ અથવા તપાસની જરૂર નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT