તમારા PF એકાઉન્ટમાં થઇ ગયા છે 5 લાખ રૂપિયા, તો સરકાર આપશે 1.24 કરોડ

By : juhiparikh 01:25 PM, 07 December 2018 | Updated : 01:25 PM, 07 December 2018
જો તમારું પ્રોવિડેંટ ફંડ (PF) એકાઉન્ટ 10 વર્ષ જુનું થઇ ગયું છે અને તેમા લગભગ 5 લાખ રૂપિયા છે તો તમારે નોકરી બદવા પર અથવા અન્ય કારણોથી પૈસા ઉપાડવાની ભૂલ ના કરવી જોઇએ. જો તમે સમયથી પહેલા પૈસા નહીં ઉપાડો તો કમ્પાઉન્ડિંગના કારણે PF એકાઉન્ટમાં તમારા પૈસા ઝડપથી વધવા લાગશે. જેનાથી રિટાયર થયા બાદ તમારા PF એકાઉન્ટમાં જમા રકમ 1 કરોડથી વધારે થઇ જશે.

તમારા એકાઉન્ટમાં હશે 1.24 કરોડ રૂપિયા:
ઉદાહરણ, માની લો કે તમારી ઉંમર 35 વર્ષ છે અને તમારું PF એકાઉન્ટમાં 10 વર્ષ જુનું છે. તમારા PF એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા જમા છે. તમારી વર્તમાન બેસિક સેલરી 20000 રૂપિયા છે. જો તમારી સેલરીમાં દર વર્ષે 10 % વધારો થાય છે. તો EPF પર વર્તમાન 8.55% વ્યાજદર હિસાબથી 58 વર્ષની ઉંમર એટલે રિટાયરમેંટ સમય સુધી તમારા PF એકાઉન્ટમાં લગભગ 1.24 કરોડ રૂપિયા હશે.

ઉંમર  :  35 વર્ષ
મંથલી બેસિક સેલરી :  20,000
PFમાં તમારું મંથલી કોન્ટ્રિબ્યુશન :  12 %
PFમાં ઇમ્પ્લોયર કોન્ટ્રિબ્યુશન:   12 %
સેલરીમાં વાર્ષિક અંદાજિત સરેરાશ વધારો:    10 %
રિટાયરમેંટની ઉંમર:    58 વર્ષ
તમારા PF એકાઉન્ટમાં વર્તમાન બેલેન્સ:  5 લાખ રૂપિયા
PF પર વર્તમાન વ્યાજદર:    8.55 %
રિટાયરમેંટ પર કુલ ફંડ:    1.24 કરોડ રૂપિયા

કેટલામાં ખુલે છે EPF એકાઉન્ટ:
જો કોઇ કંપની અથવા સંસ્થામાં 20 અથવા 20થી વધારે કર્મચારી કામ કરે છે તો કંપની માટે પોતાના કર્મચારીનું EPF એકાઉન્ટ ઓપન કરી આપવું જરૂરી છે. EPF એકાઉન્ટમાં દર મહિને કર્મચારીની બેસિક સેલરીના 12 ટકા કંટ્રીબ્યૂશન જાય છે અને કંપની પણ કર્મચારીની બેસિક સેલરીના 12 % કોન્ટ્રિબ્યુશન EPF એકાઉન્ટમાં કરે છે.Recent Story

Popular Story