બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / BJP Foundation Day pm modi wishes workers

સ્થાપના દિવસ / BJPનો સ્થાપના દિવસઃ PMએ કહ્યું-લોકશાહી મૂલ્યોના કારણે પાર્ટી ગૌરવ સાથે ઊભી છે...

vtvAdmin

Last Updated: 09:42 AM, 6 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવિટ કરી સ્થાપના દિવસ નિમિત્તે કાર્યકર્તાઓ શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ ટવિટરના માધ્યમથી જણાવ્યું કે આ એક એવી પાર્ટી છે જેના કાર્યકર્તાઓ ભારતવાસીઓની મદદ કરવા હંમેશા આગળ રહે છે. પીએમએ કહ્યું કે આપણા વિકાસ કાર્યોએ પાર્ટીને દરેક વર્ગમાં લોકપ્રિય બનાવી દીધી.

ભાજપ અને તેમના કાર્યકર્તાઓ માટે આજનો દિવસ ખુબ જ મહત્ત્વનો છે. આજના જ દિવસે એટલે કે, 6 એપ્રિલ 1980એ ભાજપનું ગઠન થયું હતું. જેમાં એક લાંબા સંઘર્ષ બાદ આજે પાર્ટી ન માત્ર દેશની પરંતુ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. જેમાં આજે સ્થાપના દિવસને લઇ ભાજપ દ્વારા દેશભરમાં રેલી કરી અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઇ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે ત્યારે ભાજપનો ઇતિહાસ પણ રસપ્રદ અને સંઘર્ષપૂર્ણ છે.
 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવિટ કરી સ્થાપના દિવસ નિમિત્તે કાર્યકર્તાઓ શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ ટવિટરના માધ્યમથી જણાવ્યું કે આ એક એવી પાર્ટી છે જેના કાર્યકર્તાઓ ભારતવાસીઓની મદદ કરવા હંમેશા આગળ રહે છે. પીએમએ કહ્યું કે આપણા વિકાસ કાર્યોએ પાર્ટીને દરેક વર્ગમાં લોકપ્રિય બનાવી દીધી. પીએમ મોદીએ ટવિટરથી કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓના મહેનતના કારણે ભાજપ દેશની સૌથી લોકપ્રિય પાર્ટી બની. ભાજપના સ્થાપના દિવસ પર નાણાં પ્રધાન અરૂણ જેટલી અને રામલાલની ઉપસ્થતિમાં દિલ્લી ભાજપના મુખ્ય કાર્યાલયમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 
 


ભાજપની 6 એપ્રિલે સ્થાપના થઈ હતી. આજે ભાજપનો 39મો સ્થાપના દિવસ છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરીને અભિનંદન આપ્યા  છે. અમિત શાહે ટ્વીટ કરીને લખ્યુ છે કે, ભાજપમાં હજારો કાર્યકરો છે, જેમનો કોઈ પરિવાર નથી, ભાજપ પાર્ટીને કાર્યકરો પરિવાર માને છે. આજે ભાજપના સ્થાપના દિન નિમિતે અમિત શાહ  દ્વારા ગુજરાતમાં રેલી બાદ ચૂંટણી સભાને સંબોધન કરવામાં આવશે. જયારે ભાજપ પ્રમુખ અમિત શાહ બે રાઉન્ડમાં રોડ શો અને લોકસંપર્ક રેલી કરશે.

અમદાવાદના વેજલપુર અને સાબરમતિ વિસ્તારમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે સરખેજ ગામથી રોડ શોની શરૂઆત કરવામાં આવશે. જે વસ્ત્રાપુર પાસે શહિદ ચોક નજીક હવેલી મંદિર સુધી રોડ શો યોજશે. જ્યારે બીજો સાંજે સાબરમતિ વિસ્તારમાં બીજા રાઉન્ડમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જે બીજો રોડ શો રાણીપથી દેવભૂમિ રોડ સુધી યોજાશે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP Foundation Day PM modi amit shah workers Foundation Day
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ