બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / ભાજપના નવા સંગઠનને લઈ મોટા સમાચાર, તાલુકા-જીલ્લા પ્રમુખની નિમણૂક માટે નક્કી કરાઈ ઉંમર મર્યાદા
Last Updated: 05:12 PM, 27 November 2024
પ્રદેશ ભાજપને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવા સંગઠનમાં ઉંમર મર્યાદા નક્કી કરાઇ છે. તાલુકા અને જિલ્લા પ્રમુખની વય મર્યાદાને લઇને નિર્ણય લેવાયો છે.. તાલુકા પ્રમુખ માટે મહત્તમ 40 વર્ષ અને જિલ્લા પ્રમુખ માટે મહત્તમ 60 વર્ષની મર્યાદા નક્કી કરાઇ છે. શહેર પ્રમુખ માટે મહત્તમ વય 60 નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની મુદ્દત પૂરી થઈ ગઈ છે તેમજ મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ હોવાથી હવે આગામી દિવસોમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સહિતના સંગઠનના પદોમાં નિમણૂકો નિશ્ચિત બની છે. સચિવાલયમાં ચર્ચા છે કે, ભાજપ હાઈકમાન્ડ આ વખતે પણ બધાને આશ્ચર્યચકિત કરી દે તેવુ નવુ જ નામ જાહેર કરી શકે છે. ચર્ચા મુજબ આ વખતે કોઈ મહિલા આગેવાનને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે. જેની પાછળનુ કારણ અને તારણ એવુ છે કે, જો કોઈ મહિલા હોય તો સરકાર અને સંગઠન વચ્ચે સહમતિ સાધવામાં ખાસ કોઈ મુશ્કેલીઓ ન આવે અને સરકાર તેમજ સંગઠનમાં સરળતાથી તેમજ કોઈ ગુંચવણો વગર કામો આગળ વધી શકે. ભાજપના દીલ્હીના મોટા નેતાઓ ગુજરાતમાં સૌ પ્રથમ વખત મહિલા પ્રમુખની નિયુક્તિ કરીને એક નવો મેસેજ આપે તો કોઈને પણ નવાઈ નહી લાગે.
નવો પ્રમુખ ઓબીસી ચહેરો હોઇ શકે
ADVERTISEMENT
વાવ વિધાનસભાની પેટા ચૂંટણી રસપ્રદ બન્યા બાદ ભાજપની જીત થઈ હતી. જેને પગલે ભાજપના હાલના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જાહેરમાં કહ્યુ કે, હવે મને સંતોષ છે. હું મારા અનુગામી પ્રમુખને અભિનંદન આપુ છું. જો કે, ચૂંટણીના પરિણામો બાદ સંગઠનમાં નવી નિમણૂકોનો દોર ચાલશે એવી ચર્ચા ક્યારની ચાલી રહી છે. જેમાં એક વાત એવી છે કે, નવો પ્રમુખ ઓબીસીમાંથી પસંદ કરાશે. એટલુ જ નહી આ નેતા સૌરાષ્ટ્ર અથવા તો ઉત્તર ગુજરાતના જ હશે. પરંતુ હવે મહિલા પ્રમુખની નવી વાતો આવતા ભાજપના મોટા નેતાઓ પણ માથું ખંજવાળવાં માંડ્યા છે. આ નેતાઓ એવી ચર્ચા કરી રહ્યા છે કે, જીતુ વાઘાણી પછી સી આર પાટીલને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાઈ ત્યારે તેમનુ કોઈ જગ્યાએ પ્રમુખ તરીકે નામ ચર્ચાતુ નહોતુ. તેઓ તદન નવા ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. એ સમયે પણ કોઈએ પાટીલને પ્રમુખ બનાવાશે તેવી કલ્પના પણ કરી નહોતી.
આ પણ વાંચોઃ ઓનલાઈન મેમોથી ન સુધરતા વાહનચાલકોના લાયસન્સ કરાશે રદ, ઢગલાબંધ અરજીઓ RTOને મોકલાઇ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.