બ્રેકિંગ ન્યુઝ
VTV / BJP feels damage control-RSS: 'big plan' before next year's elections
Arohi
Last Updated: 12:05 PM, 25 May 2021
ADVERTISEMENT
કોરોના સંક્રમણની બીજી લહેરના કારણે જે પ્રકારની ખબર ઉત્તર પ્રદેશમાંથી આવી રહી છે તેને લઈને બીજેપીની ચિંતા વધી ગઈ છે. આવતા વર્ષની શરૂઆતમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેના કારણે વિપક્ષ, ખાસકરીને સપા અને કોંગ્રેસે સંક્રમણમાં સારી વ્યવસ્થા ન હોવાનો આરોપ લગાવતા રાજ્ય સરકાર વિરૂદ્ધ મોર્ચો ખોલ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને બીજેપીના મુખ્ય લીડર તેના દ્વારા થતા સંભવિત નુકસાનને લઈને એલર્ટ છે. આજ કારણ છે કે ડેમેજ કંટ્રોલ માટે મિશન મોડ પર કામ કરવાની રણનીતિ બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
પાર્ટીની છવી સુધારવા પર ધ્યાન આપશે બીજેપી
ઉત્તર પ્રદેશની રાજકીય હાલતને લઈને દિલ્હીમાં રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની સાથે સંઘના મુખ્યકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેની મહત્વની બેઠક મળી. તેમાં ઉત્તર પ્રદેશ બીજેપી પ્રદેશ સંગઠનના મહામંત્રી સુનીલ બંસલ પણ શામેલ થયા હતા. બેઠકમાં ઉત્તર પ્રદેશમાં કોરોનાને લઈને પાર્ટીની છવિ પર જે પ્રભાવ પડ્યો છે અને તેની આવનાર ચૂંટણીમાં શું અસર થઈ શકે છે તેના પર ચર્ચા થઈ છે.
આ રીતે ડેમેજ કંટ્રોલ કરશે બીજેપી
સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે એક અભિયાન ચલાવીને સરકાર સૂબેમાં કોરોનાનાથી ઉભા થયેલા અસંતોષને ખતમ કરવા માંગે છે જેથી કોરોનાની અસર યુપી વિધાનસભા પર કોઈ પણ પ્રકારે ન પડે. આ કામમાં પાર્ટી સાથે સાથે સંઘનો પણ સહયોગ રહેશે. ત્યાં જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે પણ મોર્ચો સંભાળી લીધો છે અને તે રાજ્યના જિલ્લાનો પ્રવાસ કરીને ગામ સુધી વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે.
કોરોનાની બીજી લહેરે ખરાબ કરી છબી
હકીકતે કોરોના બીજી લહેર સમયે ગંગા નદીમાં મૃતદેહને વહેવડાવવા અને ગંગાના તટ પર મોટી સંખ્યામાં મૃતદેહોને દફન કરવાનો મામલાએ આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચા ઉભી કરી છે. આ ઉપરાંત હાલમાં જ યૂપીમાં થયેલી પંચાયત ચૂંટણીમાં બીજેપીએ સત્તામાં રહેતા પ્રદર્શન સારૂ નથી કર્યું. આટલું જ નહીં અયોધ્યા, મથુરા અને કાશીમાં પાર્ટીની હારે નેતૃત્વને ચિંતામાં મુકી છે. સૂત્રોની માનીએ તો સંઘ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ આરએસએસના પ્રચારકો દ્વારા ઉત્તર પ્રદેશની સત્તા પર આપવામાં આવેલા ફિડબેકથી પાર્ટીના ટોચના નેતાઓને અવગત કરાવવામાં આવ્યા.
બીજેપી નેતા નારાજગી જાહેર કરી ચુક્યા છે
ત્યાં જ કોરોનાના કારણે યુપીમાં બીજેપીના ઘણા ધારાસભ્યોના મોત પણ થઈ ગયા છે. ઘણા નેતાઓએ પોતાની જ સરકારના કામકાજને લઈને નારજગી વ્યક્ત કરી છે. યોગી સરકારના મંત્રી બૃજેશ પાઠકથી લઈને કેન્દ્રની મોદી સરકારના મંત્રી સંતોષ ગંગવાર સુધી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તમામ બીજેપી ધારાસભ્યો એ પણ સીએમ યોગીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી હતી. તેની સરકારની છવી પર અસર પડે છે. અને તેનો સંકેત હાલમાં જ પંચાયત ચૂંટણીના પરિણામોમાં જોવા મળ્યો છે.
બીજેપી હવે કઈ રીતે યુપીનો ભરોશો જીતશે?
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કોરોના મહામારીની વચ્ચે સતત પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓ પાસે સંકટના સમય પર જોર આપવાનો આગ્રહ કર્યો હતો. ત્યારે હવે રાજનૈતિક રૂપથી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવતા ઉત્તર પ્રદેશમાં પાર્ટી કોરોનાની બીજી લહેરના ન્યૂનતમ સ્તર પર ઉતરતા જ વ્યાપક સ્તર પર ડેમેડ કંટ્રોલ અભિયાન શરૂ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.